સુરતમાં કોરોના વોરિયર ડોક્ટરનું નિધન થતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા પાર્થિવ દેહને તિરંગામાં લપેટી આપી અંતિમ વિદાય

શહેરની ખાનગી વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO ડો.હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. છેલ્લા 10 દિવસની સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયા બાદ મોત થયું છે. જેથી વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ડો.હિતેશભાઈના મૃતદેહને શહીદવીરની જેમ તિરંગામાં લપેટી ભાવભીની અંતિમ વિદાય આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

4 દિવસ વેન્ટિલેટર પર અને 5 દિવસ એડવાન્સ ECMO મશીન પર રખાયા

વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા ડો.હિતેશભાઈ BHMS થયેલા હતા. સુરતમાં હિતેશભાઈ પત્ની, માતા અને બાળકો સાથે રહેતા હતા. દરમિયાન એક મહિનો કોરોના વોર્ડમાં કામ પણ કર્યું હતું. ત્યારબાદ તેમને લાઈટ ડ્યુટી અપાઈ હતી. 20 દિવસ પહેલા તાવ આવ્યો એટલે હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા. જોકે, તાવ અને શ્વાસની તકલીફ વધી જતાં વિનસ હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતા. 4 દિવસ વેન્ટિલેટર પર અને 5 દિવસ એડવાન્સ ECMO મશીન પર રખાયા હતા. જોકે તબિયતમાં કોઈ સુધારો થયો નહી. ગઈકાલે બ્રેઇન ડેડ થઈ ગયા હતા. દરમિયાન આજે સવારે છેલ્લા શ્વાસ લઈ મોતને ભેટ્યા હતા.

ડોક્ટર સહિતના સ્ટાફે ડો. હિતેશભાઈને રડતા રડતા વિદાય આપી

ડો. નિરજ પટેલ (ચીફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર)એ જણાવ્યું હતું કે, ડો. હિતેશભાઈ લાઠીયાના નિધનને પગલે આખો સ્ટાફ આઘાતમાં આવી ગયો છે. વોર્ડ બોય, આયા માસી, નર્સિંગ સ્ટાફ, તમામ ડોક્ટર સહિતના 40-50 જેટલા સ્ટાફે તિરંગામાં લપેટી સેલ્યુટ સાથે ડો. હિતેશભાઈને રડતા રડતા વિદાય આપી છે. ડો.હિતેશભાઈ ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન સાથી કર્મચારી હતા. દોઢ વર્ષની નોકરીમાં તમામના હૃદય જીતી લીધા હતા. એમના મૃત્યુને લઈ તમામ સ્ટાફ શોકમાં આવી ગયો છે.

હિતેશભાઈ શહિદ થયા હોવાની ભાવના સાથી કર્મચારીઓએ વ્યક્ત કરી

ડો. નિરજ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તિરંગામાં લપેટીને કોરોના વોરિયર હિતેશભાઈને વિદાય આપવામાં આવી છે. અમારા હિતેશભાઈ લાઠીયા શહીદ થયા હોવાની ભાવના સાથી કર્મચારીઓએ વ્યક્ત કરી છે. જેથી તિરંગામાં લપેટી સાથી કર્મચારીઓએ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

ડો. હિતેશના ડીપીમાં પણ હું ઘરે નહીં રહું તેવું લખાયેલું હતું

કોરોનાની સારવાર કરનાર અને એમાં જ અંતિમ શ્વાસ લેનારા ડો.હિતેશના સોશિયલ મીડિયાના ડીપી પીક્ચરમાં પણ તેના ફોટો ફરતે લખાયેલું હતું કે, હું હેલ્થ કેર વર્કર છું. જેથી હું ઘરે ન રોકાઈ શકું. કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય તેમણે પાછી પાની ન કરી હોવાનું તેમના સાથી કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો