પાકિસ્તાનમાં ત્રીજા હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના, ભગવાનના ફોટો અને મુર્તીઓ તોડી પાડવામાં આવી

છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન(Pakistan)માં હિંદુ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અને પાકિસ્તાન(Pakistan)માં વિવિધ હિંદુ મંદિરો ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી રહી છે. મંદિરની અંદર ભગવાનના ફોટો ફાડી નાખવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે ભગવાનની મુર્તીઓને પણ તોડી નાખવામાં આવી રહી છે. પાકિસ્તાન (Pakistan) દ્વારા આ પ્રકારની ઘટનાનો ભારતીય હિંદુ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા દિવસોમાં પાકિસ્તાન(Pakistan)માં હિંદુઓના અનેક મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાન(Pakistan)ની આર્થિક રાજધાની કરાચી (Karachi)માં કટ્ટરપંથિઓના સમુહે એક બાળક ઉપર પૈગંબરની નિંદાનો આરોપ લગાવ્યો છે અને એક પ્રાચીન મંદિરમાં તોડફોડ કરી હતી. લ્યારી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કટ્ટરપંથિઓની ભીડે પહેલા હિંદુઓ ઉપર નિંદાનો આરોપ લગાવ્યો હતો અને પછી કેટલાક લોકોએ પ્રાચીન મંદીરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓને પણ કટ્ટરપંથીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી.

કટ્ટરપંથીઓએ કોઈપણ સબૂત વગર હિંદુ બાળક ઉપર નિંદાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનીક હિંદુ સમુદાયે આરોપ લગાવ્યો છે કે તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારના લી માર્કેટમાં આવેલું છે. આટલુ જ નહીં મંદિરની અંદરના ફોટો અને મુર્તીઓને પણ તોડી પાડવામાં આવી છે. છેલ્લા 8 દિવસમાં હિંદુ મંદિરોમાં તોડફોડની આ ત્રીજી ઘટના બની છે.

જણાવી દઈએ કે હિંદુઓ અને તેમના મંદિરો ઉપર થઈ રહેલા હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. કરાચીની ઘટના પહેલા સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં આવેલું નાગારપારકરમાં ઉગ્રવાદીઓએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી. આ હુમલાખોરોએ મંદિરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અડધી રાત્રે કેટલાક અજાણ્યા લોકો મંદિરના પરિસરમાં ઘુસી આવ્યા હતા. જેના પછી તેણે દરાવજો બંધ કરીને મૂર્તિની તોડફોડ કરી હતી. તે લોકોએ જતા જતા પણ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. હજુ સુધી હુમલાખોરો વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી.

મંદિરની પાસે વસવાટ કરનાર હિંદુ સમાજ દ્વારા આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. હિંદુ લોકો દ્વારા હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. હિંદુ સમુદાયે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ અસ્વિકાર્ય છે. અને સરકારે દોષિઓને ઝડપી પાડી કાર્યવાહી કરવી જોઈએ.

મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા પણ સિંધ વિસ્તારમાં બાદિન જિલ્લામાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ આ મામલામાં ફરિયાદકર્તા અશોક કુમારે આરોપ લગાવ્યો હતો કે મંદિરમાં તોડફોડ મોહમ્મદ ઈસ્મીલ ઉર્ફ ચટ્ટો શીદે કરી હતી. જેના પછી પોકિસ્તાન પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો