હિંમતનગર- વિજાપુર રોડ પર ટ્રિપલ અકસ્માતમાં શિક્ષકદંપતી કારમાં જ દબાઇ જતાં મોત

હિંમતનગર વિજાપુર ફોરલેન હાઇવે પર રવિવારે સાંજે નવાનગર પાસે વિજાપુર તરફ જઈ રહેલ સ્વીફ્ટ કાર ટ્રેલર પાછળ ઘુસી જતા પાછળ આવતું બીજું ટ્રેલર કાર પર ફરી વળ્યું હતું. ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર શિક્ષક દંપતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની હિંમતનગર રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને લોકોની મદદથી બહાર કાઢી પીએમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

નવાનગર પાસે ટ્રેલર પાછળ ઘૂસી ગયેલી કાર ઉપર બીજું ટ્રેલર ફરી વળતાં દંપતીનું મોત

હિંમતનગરના હાજીપુર ગામના વતની અને વિજાપુર રહેતા શિક્ષક દંપતી હાજીપુર ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપી રવિવારે સાંજે સ્વીફ્ટ કાર નં જી.જે-9-બી.એ.-1682 માં શિક્ષક દંપતી પરેશભાઈ હીરાભાઈ પટેલ (ઉવ 50) અને રીનાબેન પરેશભાઈ પટેલ (ઉવ 48) પરત વિજાપુર જઇ રહ્યા હતા. તે દરમિયાન હિંમતનગરના નવાનગર પાસે આગળ જઇ રહેલા ટ્રેલર પાછળ કાર ઘુસી ગઈ હતી. ત્યારે પાછળ આવતું ટ્રેલર નં જી.જે.-12-બી.વી.-0497 કાર પર ફરી વળતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઈને સ્વીફ્ટ કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. જેમાં બંને શિક્ષક દંપતી કારમાં જ દબાઈ જતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.શિક્ષક દંપતી પૈકી પરેશભાઈ પટેલ વિજાપુર તાલુકાના પુંધરા અને રીનાબેન સરાજીનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો