નાનકડા ફાલસાના છે મોટા ફાયદા: પેટના દુખાવાથી આપશે રાહત, થાક કરશે દૂર, જાણો અને શેર કરો

પાચન સારૂ રાખવા માટે જરૂરી છે કે ખાવા-પીવાનું પુરતુ ધ્યાન રાખવામાં આવે. ત્યારે સિઝનલ ફળો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે સાથે જ ગર્મીથી પણ રાહત આપે છે. તેમાંથી એક છે ફાલસા. તપાવી નાખતી ગર્મીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. કારણ કે ફાલસાની તાસિર ઠંડી હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ગર્મીની ઋતુમાં મળતું આ ફળ લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે તેના ગુણો એટલા જ મોટા છે.

ડાયેરિયામાં ફાયદાકારક

હેલ્થબેનિફિટ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર ફાલસા પેટના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ નીવડે છે. ડાયેરિયાની સારવાર માટે પણ તે ઉપયોગી છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

શ્વાસ સંબંધી સમસ્યાઓમાં ઉપયોગી – ફાલસાના ફળોનો રસ પીવાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ, શરદી અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આદુ કે લીંબુના રસની સાથે ફાલસાનો જ્યુસ પીવાથી આરામ મળે છે.

માંસપેશિયોને મજબૂત બનાવે છે– નિયમિત રૂપે ફાલસાના ફળનું સેવન કરવાથી માંસપેશિયો મજબૂત બને છે. તેમાં પોટેશિયમ અને પ્રોટિન હોવાને કારણે માંસપેશિયોની કાર્યક્ષમતા વધે છે અને તે વધુ મજબૂત બને છે.

ઉર્જા પ્રદાન કરે છે – ફાલસા પ્રોટિનનો ઘણો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે તે શરીરને વધુ ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે અને શરીરની અશક્તિ દૂર થાય છે.

હાડકાને બનાવે છે મજબૂત– ફાલસામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે હાડકા માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે. હાડકાની મજબૂતાઈ માટે પણ ફાલસા ખાવા ગુણકારી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો