આમ તો હેરીપોટર નામના એક પાત્ર ને તમે ફિલ્મમાં જોયું હશે. પણ અમદાવાદમાં (Ahmedabad) એક પાર્થ ઉર્ફે હેરીપોટર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ છે. રાયપુર દરવાજા પાસે રહેતી 30 વર્ષીય યુવતીને પાર્થ ઉર્ફે હેરીપોટર નામના શખ્શે પોલીસમાં ખોટી માહિતી આપે છે કહીને રોડ પર જ માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીની ટીશર્ટ ફાડી તેની (girl molestation) છાતી પર હાથ નાખી છેડતી કરી જાહેરમાં રોડ પર સુવડાવી માર મારવામાં આવતા યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પાર્થ ઉર્ફે હેરીપોટર નામના શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.
રાયપુર દરવાજા પાસે રહેતી માતા અને દીકરી સાથે રહેતી 30 વર્ષીય યુવતીના કંટોડીયાવાસમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. પતિએ આઠેક વર્ષ પહેલા છૂટાછેડા આપતા આ યુવતી તેની માતા અને દીકરી સાથે રહે છે.
સોમવારે આ યુવતી તેના ઘર પાસે ચા લેવા ગઈ હતી ત્યારે એક્ટિવા પર આ યુવતી ઉભી હતી. ત્યારે સિટીએમ ખાતે રહેતો પાર્થ ઉર્ફે હેરીપોટર વીંછી ત્યાં આવ્યો હતો.
આ પાર્થ ઉર્ફે હેરીપોટર એ આ યુવતી પાસે જઈ પોલીસમાં ખોટી વાતો ફેલાવે છે કહીને તેને માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીની ટીશર્ટ ફાડી નાખી છાતી પર હાથ ફેરવી તેને રોડ પર સુવાડી લાતો મારી હતી.
આસપાસના લોકો ભેગા થઈ જતા આ યુવતીને આરોપીના મારમાંથી મુક્ત કરાવી હતી. જોકે આ શખસ ભાગી ગયો હતો. યુવતીએ આ અંગે કાગડાપીઠ પોલીસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..