અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, એક જ વિસ્તારમાં શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ

કોરોનાની બાબતમાં અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ભાઈપુરાના હરિપુરામાં 21 કેસ પોઝિટીવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ મચી ગયો હતો. એક જ વિસ્તારમાં આટલા ભયંકર કેસો આવવાના કારણે હરિપુરામાં ઉચ્ચ અધિકારીઓના ધામા જોવા મળ્યા છે. હાલમાં ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામના પરિવારને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

તેમજ આગળ વાયરસ ન ફેલાઈ એ માટે રસ્તો બ્લોક કરી આખા વિસ્તારમાં સેનેટાઈઝિંગ કરવામાં આવી રહ્યો છે. હરિપુરાના લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે તે લોકો ઘર બહાર ન નીકળે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ અમદાવાદ શહેરમાં સુપર સ્પેડરને લઇને તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં AMC નું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ધારક જ શાકભાજી વેચી શકશે. શહેરમાં કુલ 1409 શાકભાજીના ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ આપવામાં આવ્યાં હતા. ત્યારે આજરોજ શહેર હાટકેશ્વર વિસ્તારમાંથી 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ અમદાવાદ શહેર બન્યું છે.રાજ્યમાં વધતા જતા કેસોમાં અમદાવાદ સૌથી વધુ આગળ છે. રાજ્યમાં આજે વધુ 441 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે છે તો મોત પણ અત્યાર સુધીના 49 થયા છે. જે પણ અત્યાર સુધીના સૌથી વધુ છે. રાજ્યમાં 6000 કેસોની પાર પહોંચી ગયુ છે તો અમદાવાદમાં કેસો 4000ને પાર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. રાજ્યમાં છેલ્લા6 દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંક 2000થી વધુ એટલે કે કુલ 2030 જેટલા કેસ નોંધાયા છે. જેમાંના 1533 કેસ તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. એટલે કે 75.71 ટકા કેસો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમિતોનો કુલ આંક 5804 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો