ગુજરાત આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લૉકડાઉન, રાજ્યની સરહદો સીલ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્રજીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાયખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં.જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે.

આવશ્યક સેવા ચાલુ રહેશે

આજે મધ્યરાત્રિથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિને પોલીસ રોકશે નહીં.લોકોને કાબૂમાં રાખવા માટે સરકારે એસઆરપીની 6 કંપની ફાળવવામાં આવી છે અને આગામી સમયમાં 4 RAFની 4 કંપની પણ ઉતારશે. સમગ્ર રાજ્યમાં ટેક્ષી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ રાખવામાં આવશે. ખાનગી વાહનોથી અવરજવર કરી શકાશે. તેમાં ટુવ્હીલર અને ફોરવ્હીલરમાં માત્ર 2 જણાં જ બેસી શકશે.

જાણો શું રહેશે બંધ

  • ફેક્ટરી, ગોડાઉન, કારખાના, ઉદ્યોગો બંધ રહેશે
  • રાજ્યમાં દુકાનો, ઓફિસો, ફેક્ટરીઓ સદંતર બંધ રહેશે

જાણો શું રહેશે ચાલુ

  • સરકારી સેવાઓ, દૂધ-શાકભાજીની દુકાનો ચાલુ રહેશે
  • આવશ્યક સેવાઓના પરિવહન અને ઈ-કોમર્સ ચાલુ
  • મેડિકલ સેવાઓ, મેડિકલ સામગ્રીનુ ઉત્પાદન શરૂ રહેશે
  • પશુ આહાર, ઘાસચારો જેવી સેવાઓ ચાલુ રહેશે
  • વીજ ઉત્પાદન, ઈન્ટરનેટ, મોબાઈલ, આઈટી ચાલુ રહેશે
  • પાણી પુરવઠાની સેવાઓ, પેટ્રોલપંપ ચાલુ રહેશે
  • બેંક, ATM, સ્ટોક એક્સચેંજ ચાલુ રહેશે
  • પોસ્ટ, કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા ચાલુ રહેશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો