વિશ્વનો કોઈ એવો દેશ બાકી હશે જ્યાં તમને ગુજરાતીઓ જોવા ન મળે. અને ગુજરાતીઓની ખાસિયત એ છે કે, તે જ્યાં જાય ત્યાં તેઓ પોતાનો ડંકો જરૂર વગાડે છે. આવો જ એક ગુજરાતી ગૌરવનો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. ગુજરાતી મૂળની ફિઝિશિયન સૈનિકા શાહને US આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે. જે બાદ હવે તેણે આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સૈનિકા શાહના પિતા પ્રિતમ શાહ અને માતા કવિતા શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતાનો પરિવાર રાજસ્થાનના પિંડવાડા અને માતાનો પરિવાર ગુજરાતના મહુધા ખાતે રહેતો હતો. પ્રિતમ અને કવિતા શાહ મુંબઈથી બાદમાં ન્યુયોર્ક શિફ્ટ થયા હતા. સૈનિકા શાહનો જન્મ અને ઉછેર ન્યુયોર્કમાં થયો હતો. પ્રમોશન મળ્યા બાદ સૈનિકાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૈનિકો અને તેમના પરિવારની સેવાઓ કરવાનો મને આનંદ મળશે.
સૈનિકાએ ન્યુયોર્ક ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં 7 વર્ષ અભ્યાય કરી ‘બેચરલ ઓફ સાયન્સ’ અને ‘ડૉક્ટર ઓફ ઑસ્ટિઑપથી મેડિસિન (એમડી)’ની ડિગ્રી મેળવી હતી. સૈનિકા સ્ટડી બાદ યુએસ આર્મીમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે જોડાઈ હતી. સૈનિકાએ આ વર્ષે મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ પૂરું કરતાં તેને સેકન્ડ લેફ્ટેનન્ટમાંથી કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..