ભરૂચમાં વિધવા સાથે પતિની આત્માના મોક્ષના નામે 33 લાખની ઠગાઇ, આરોપીએ શારીરિક સંબંધ પણ બાંધ્યા

ભરૂચ (Bharuch) શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વિધવા (widow) તેની દીકરી સાથે સિવિલ રોડ વિસ્તારમાં રહે છે. તેનો પતિ (Husband) રેલવેમાં નોકરી કરતો હતો. તેથી આરોપી ફિલિપ ઉર્ફે રોની અને મિત્ર ડિમ્પલ વિધવાના સંપર્કમાં આવ્યા હતા. આ બંનેએ વિધવાને પોતની વાતોમાં ફસાવીને વિશ્વાસ કેળવ્યો હતો. આ બંનેએ તેના પતિની આત્માને મોક્ષ મળે તે માટે વિધિ અને તેના નામે ટ્રસ્ટ બનાવવાનું જણાવ્યું હતું અને તેને ફોસલાવી વિધવા પાસેથી રૂ.33,34,896ની છેતરપિંડી (fraud) કરી હતી. આ ઉપરાંત ફિલિપે વિધવાને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ પણ ગુજાર્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, એકલી વિધવાને સહારો આપવાના નામે બે આરોપીઓ અવારનવાર તેના ઘરે આવતા હતા. જે બાદ આરોપી રોની તેના ઘરમાં દીવો ધૂપ કરીને વિધિ કરવાનો ઢોંગ પણ કરતો હતો. એક દિવસ તેણે વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કેફી પીણું પીવાડી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બંનેય આરોપીઓએ વિધવાને વિધિના બહાને દમણ લઈ જઈને ત્યાં પણ કેફી પીણું પિવાડી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

બંને આરોપીઓએ વિધવાને વાતોમાં ફસાવી પતિના નામે ટ્રસ્ટ બનાવા માટે સમજાવી હતી. જેના થકી આ આરોપીઓએ ચેક અને કેસ મેળવી કુલ રૂ.33,34,896ની છેતરપિંડી કરી હતી.

આ અંગે વિધવાને જાણ થતા તેણે બંનેય આરોપીઓ વિરુધ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોનીને તથા અન્ય યુવતીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો