પાણીપૂરીનુ નામ પડતા જ મહિલાઓના મોઢામાં પાણી આવી જાય છે. પરંત પાણીપૂરી વેચતા અનેક ફેરીયાઓ અને લારીવાળાઓ ચોખ્ખાઈ રાખતા નથી. એટલુ જ નહીં. પાણીપૂરીમાં વપરાતી ખાધ સામગ્રી પણ અત્યંત હલકી હોય છે. જેને કારણે બીમારી ફેલાય છે. હાલમાં ચોમાસુ હોવાથી પાણીજન્ય રોગનુ પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં રોગચાળો અટકાવવા માટે ગુજરાતમાં પાણી પૂરીનુ વેચાણ કરી રહેલા ૪ હજાર જેટલા ફેરીયા-લારીવાળા તેમજ દુકાનદારોની તપાસ શરુ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા આ સંદર્ભમાં રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. ફેરીયો-લારીવાળાઓની તપાસ દરમિયાન પાણીપુરીમાં વપરાતી ખાધ સામગ્રી એટલે કે પાણી પુરીનો માવો, ચટણી તથા પાણીના ૬૩૬ નમુના લેવાયા છે. તેની ગુણવતાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
શહેરમાં ગોરવા, અલકાપુરી, ગોત્રી, અકોટા, તાંદલજા, વાસણા, વાઘોડિયા રોડ, ઉકાજીનું વડીયું, આજવા રોડ, ખોડીયાર નગર, ન્યૂ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ, ન્યાયમંદિર અને રાજમહેલ રોડ વિસ્તારની પાણીપૂરીની 177 જેટલી લારીઓમાં તપાસ કરવામાં આવી હતી.
જેમાં પાણીપૂરીના પાણીના 32, પામોલિનના 4, કપાસિયા તેલના 1, ચટણીના 2 અને આટાના 2 નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાલિકાના ફૂડ વિભાગે પાણીપૂરીની લારીઓમાં તપાસ કરતા કેટલાંક સ્થળે વાસી બટાકા અને પાણી પીવાલાયક ન હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે 101 કિલો બટાકા, 555 લિટર પાણી, 107 લિટર ચટણી, 4 કિલો ચણા અને 80 કિલો આટાનો નાશ કર્યો હતો.
કડક કાર્યવાહી શરૂ થતા જ પાણીપુરી વચનારા ફેરીયાઓ અને લારીવાળાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ આગામી દિવસોમાં તેનો લાભ પાણીપુરી ખાનારા નાગરીકોને મળશે. એટલે કે મહિલાઓને હવે પછીથી સારી ગુણવત્તાની ખાધ સામગ્રીવાળી પાણીપુરી ખાવા મળશે. ઉપરાંત જે ફેરીયાને ત્યાંથી સેમ્પલ લેવાયા છે તે જો આરોગ્ય માટે ખતરો હશે તો તેમના વિરુધ્ધમાં પણ કડક કાર્યવાહી કરાશે.
અત્રે નોંધનીય છે કે કેટલાય ફેરીયાઓ તેમજ દુકાનદારો પણ સડેલા બટેકામાંથી માવો બનાવે છે. તેમજ પાણીપુરીની અંદર વપરાતુ પાણી પણ મિનરલ વોટર નથી હોતુ પરંતુ ગમે તે જગ્યાએથી પાણી ભરીને પાણીપુરી માટે વાપરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..