ઓનલાઈન અભ્યાસ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠે શુક્રવારે આ અંગેની એક અરજીની સુનાવણીમાં કહ્યું કે લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસ બાળકોની આંખો બગડી શકે છે. આ અંગે સરકારની નીતિ શું છે?
લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખો બગડી શકે છે
ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠ PIL પર સુનાવણી કરી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે સરકારે UNLOCKના ગાળામાં શાળા-કોલેજ ખોલવાની મંજૂરી આપી નથી. તે જ સમયે, ખાનગી શાળાઓ ઓન લાઈન અભ્યાસ શરૂ કરી દીધો હતો અને તેમણે એ નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની શરૂઆત કરી દીધી હતુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સરકારને ફી સંબંધિત નિર્ણય લેવાનો અધિકાર
સુનાવણી દરમિયાન ફી અંગે હાઇકોર્ટે કહ્યું કે સરકારને ફી સંબંધિત નિર્ણય લેવાનો અધિકાર છે. સરકારે માતાપિતાને વધુ અસર ન થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. સરકારે આ અંગે શાળા સંચાલકો, વાલીઓ અને લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ.
શું કહ્યુ અરજદારે?
અરજદારે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને રોગચાળાના રોગો અધિનિયમની જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર કોઈપણ નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. જો શાળાઓ બંધ હોય, તો ફક્ત ટ્યુશન ફી જ લઈ શકાય, પરંતુ બીજી કોઈ ફી લેવામાં આવી શકે નહીં. લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખો બગડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..