આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી : AAP

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી.

સુરતમાં કોરોના વધ્યા બાદ પણ મંત્રી દેખાતા નથી. મહત્વનુ છે કે, સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્રણ દિવસથી સુરતની મુલાકાતે છે તેમ છતા મંત્રી દેખાતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધુનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાત માથે કોરનાનો કોપ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં એક દિવસમાં વધુ 681 કેસ નોંધાયા છે. જ્યારે 19 લોકોનાં મૃત્યુ થયા છે. તો બીજી તરફ 563 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે..અમદાવાદમાં એક દિવસમાં 202 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 191 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 22, બનાસકાંઠામાં અને સુરેન્દ્રનગરમાં 12-12 ભાવનગર, વડોદરામાં 11-11, જામનગર, ભરૂચ અને પાટણમાં 10-10 કેસ નોંધાયા છે.

આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 33,999 પર પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1,888એ દમ તોડ્યો છે. તો કુલ 24,601 લોકો સાજા પણ થયા છે.

જિલ્લા વાર કેસની વિગતો

  • અમદાવાદમાં આજે કોરોનાના નવા 202 કેસ, 147 ડિસ્ચાર્જ
  • સુરત શહેરમાં 191 કેસ, 179 ડિસ્ચાર્જ
  • વડોદરા શહેરમાં 46 કેસ, 88 ડિસ્ચાર્જ
  • સુરત ગ્રામ્યમાં 36 કેસ, 26 ડિસ્ચાર્જ
  • રાજકોટ ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 22 કેસ
  • બનાસકાંઠામાં કોરોનાના 12 કેસ, 2 ડિસ્ચાર્જ
  • સુરેન્દ્રનગરમાં નવા 12 કેસ, 7 ડિસ્ચાર્જ
  • ભાવનગર શહેરમાં આજે કોરોનાના 11 કેસ વધ્યા
  • વડોદરા ગ્રામ્યમાં કોરોનાના 11 કેસ, 15 ડિસ્ચાર્જ
  • જામનગર શહેરમાં 10 કેસ, 2 ડિસ્ચાર્જ
  • ભરૂચમાં કોરોનાના 10 કેસ, 14 ડિસ્ચાર્જ
  • પાટણમાં આજે 10 કેસ નોંધાયા, 4 ડિસ્ચાર્જ
  • જુનાગઢ શહેરમાં કોરોનાના 9 કેસ , એક ડિસ્ચાર્જ
  • અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના 9 કેસ, 14 ડિસ્ચાર્જ
  • મહેસાણામાં કોરોનાના 9 કેસ, 4 ડિસ્ચાર્જ
  • વલસાડમાં કોરોનાના 8 કેસ, 4 ડિસ્ચાર્જ
  • અમરેલીમાં આજે 7 કેસ, 6 દર્દી ડિસ્ચાર્જ
  • ગાંધીનગર ગ્રામ્યમાં કોરોનાના 6 કેસ, 5 ડિસ્ચાર્જ
  • કચ્છમાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા
  • ખેડામાં કોરોનાના 5 કેસ, 4 ડિસ્ચાર્જ
  • રાજકોટ શહેરમાં કોરોનાના 4 વધુ કેસ નોંધાયા
  • અરવલ્લીમાં કોરોનાના 4 કેસ, 4 ડિસ્ચાર્જ
  • પંચમહાલમાં કોરોનાના 4 કેસ, 7 ડિસ્ચાર્જ
  • નવસારી અને જુનાગઢમાં કોરોનાના વધુ 4-4 કેસ
  • આણંદમાં કોરોનાના 3 નવા કેસ દાખલ થયા
  • સાબરકાંઠામાં આજે 3 કેસ, 3 ડિસ્ચાર્જ
  • ભાવનગર ગ્રામ્યમાં કોરોનાના 3 કેસ, 2 ડિસ્ચાર્જ
  • બોટાદમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
  • ગીર સોમનાથમાં 3 કેસ, 1 ડિસ્ચાર્જ
  • દાહોદમાં કોરોનાના વધુ 3 કેસ, એક ડિસ્ચાર્જ
  • છોટાઉદેપુરમાં કોરાનાના 3 કેસ, 2 ડિસ્ચાર્જ
  • મોરબીમાં આજે 3 કેસ, 4 ડિસ્ચાર્જ઼
  • ગાંધીનગર શહેરમાં કોરોનાનો એક કેસ, 7 ડિસ્ચાર્જ
  • મહીસાગર, દ્વારકા, પોરબંદરમાં એક-એક કેસ નોંધાયા
  • જામનગરમાં કોરોનાનો એક કેસ, એક ડિસ્ચાર્જ
  • તાપીમાં કોરોનાનો એક કેસ, 2 ડિસ્ચાર્જ
  • નર્મદા જિલ્લામાં આજે કોરોનાને માત આપીને 7 દર્દી ડિસ્ચાર્જ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો