ગુજરાતની આ લેડી સરપંચે બદલી ગામની સિકલ, એકપણ મહિલા-પુરુષ નથી ‘બેકાર’

બેરોજગારી આજના સમયની સૌથી મોટી સમસ્યા અને પડકાર છે. સરકારની અનેક યોજના અને દાવા બાદ પણ શહેરોને બાદ કરતા નાના ગામડામાં વસતા યુવાનો સહિતના લોકો આ સમસ્યા સામે ઝઝુમતા હોય છે. પણ ઉત્તર ગુજરાતના ઈડર તાલુકાનું દરામલી ગામમાં મહિલા સહિત લગભગ કોઈ વ્યક્તિ બેરોજગાર નથી. ગામની આ સિદ્ધિ બાદ દરામલીને ગુજરાતનુ પ્રથમ કૌશલ્ય ગામ જાહેર કરવામાં આવ્યું હતું. ગામમાં સરપંચ તરીકે 2012થી કાર્યરત હેતલબેન દેસાઈએ ગામમાંથી બેરોજગારી હટાવી ગામલોકોમાં સ્કીલ ડેવલોપ કરવા કમર કસી હતી.

વાઈફાઈ, સાઉન્ડ સિસ્ટમ, કેમેરા સહિતની સુવિધા ધરાવતા આ ગામની મુલાકાતે ભારત સહિત વિદેશથી પણ મહેમાનો આવે છે

2016 સુધી આ અંગે સર્વે કરી ગામલોકોને તજજ્ઞો દ્વારા તાલીમ આપવાની તમામ વ્યવસ્થાની ગોઠવણ કરી હતી. તજજ્ઞો દ્વારા મેળવેલી તાલીમ દ્વારા આજે ગામમાં દરેક વ્યક્તિ પોતાની સ્કીલ કેળવી સારી કમાણી કરી રહ્યાં છે. એટલું જ નહીં ગામની મહિલાઓ ગૃહઉદ્યોગ દ્વારા ઘરઉપયોગી ચીજવસ્તુ બનાવી તેનું ગ્રામ પંચાયત આર્ટ અને ઓનલાઈન વેચાણ કરી રહી છે. આધુનિક સ્માર્ટ સુવિધા ધરાવતું આ ગામ 2017 સમરસ જાહેર થયું હતું. એમએ એમએડનુ ઉચ્ચ શિક્ષણ ધરાવતા ગામના સરપંચ હેતલબેન દેસાઈ સહિતની ટીમ ગામમાં વિકાસના કામોને લઈને ખડેપગે રહે છે. અનેક એવોર્ડ અને વાઈફાઈ, સાઉન્ડ સિસ્ટમ, કેમેરા સહિતની સુવિધા ધરાવતા આ ગામની મુલાકાતે ભારત સહિત વિદેશથી પણ મહેમાનો આવે છે.

ઓફિસમાં કામ કરી રહેલા સરપંચ હેતલબેન, ઈન્સેટમાં અંકુરભાઈ દેસાઈ

ગામમાં દેસાઈ પરિવારનું એક જ ઘર

– આશરે 2000ની વસ્તી ધરાવતા ઈડર તાલુકાના દરામલી ગામમાં દેસાઈ પરિવારનું એકમાત્ર ઘર છે.
– 2003માં દરામલી ગામના અંકુરભાઈ દેસાઈ સાથે હેતલબેનના લગ્ન થયા.
– MA Med સુધીનો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ ગામના વિકાસની નેમ સાથે હેતલબેન 2012માં સરપંચ બન્યા.
– સરપંચ બન્યા બાદ વિકાસ માટે સૌપ્રથમ ગામલોકોમાં સ્કીલ ડેવલોપ કરીને તમામને પગભર બનાવ્યા.
– 2017ની ચૂંટણીમાં ફરી એકવાર હેતલબેન પર વિશ્વાસ મુકીને દરામલી પંચાયત સમરસ જાહેર કરવામાં આવી.
– ગામમાં વિકાસ માટે સતત જાગૃત રહેતા હેતલબેન અને અંકુરભાઈને બે સંતાનો છે.

2016માં દરામલી બન્યુ સ્કીલ વિલેજ

– 2012માં સરપંચ બન્યા બાદ ગામના વિકાસ અને લોકોમાં સ્કીલ ડેવલોપ કરવા હેતલબેન પ્રયત્ન ચાલુ કર્યાં.
– 2016માં હેતલબેને ગામની આર્થિક સમૃદ્ધતા વધારવા માટે મહિલા સભ્યોની ટીમ સાથે એક આયોજન કર્યું.
– આયોજન અનુસાર મહિલાઓએ ગામમાં ફરીને તમામ બેરોજગાર લોકોનો સર્વે કર્યો.
– ગામમાં અનસ્કીલ્ડ મહિલાઓ અને પુરુષોને અલગ તારવીને 20-25 જુદી જુદી સ્કીલનું ફોર્મેટ તૈયાર કર્યું.
– આ ફોર્મેટ અનુસાર તમામ અનસ્કીલ્ડ લોકોને વ્યવસાય જૂથમાં વહેચી પંચાયત દ્વારા તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી.
– કલેક્ટર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તજજ્ઞો દ્વારા તમામ લોકોને 50 દિવસ સુધી તાલીમ આપવામાં આવી.
– તાલીમ બાદ ગામના તમામ અનસ્કીલ્ડ લોકો પરિવાર સાથે ગૃહઉદ્યોગ અને વ્યવસાય શરૂ કરી પગભર થયા.

પંચાયત ગામના તમામ ગૃહ ઉદ્યોગને કરે સપોર્ટ

– તાલીમ બાદ ગામલોકો પ્રાઈવેટ નોકરી ઉપરાંત ઘરમાં ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરતા થયા.
– દરામલી ગ્રામ પંચાયતે ગ્રામ હાટ બનાવી વસ્તુઓના વેચાણમાં ઉત્પાદકોને મદદ કરે છે.
– આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન એપ્લિકેશન બનાવીને પણ વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું છે.
– ગૃહઉદ્યોગ તેમજ વ્યવસાય શરૂ કરવા જરૂરિયાત અનુસાર સામગ્રી અને મશીનરી ખરીદવા પણ મદદ કરે છે.
– દરામગી ગામમાં જુદા જુદા 10 જેટલા ગૃહઉદ્યોગો અને 23 જેટલા સ્કીલ મંડળ કાર્યરત છે.
– ગૃહઉદ્યોગો દ્વારા ગામમાં આઠ જેટલી અગરબત્તી, ફીનાઈલ, પાઉડર, મરચુ, હળદર, પેઈન બામ સહિતની વસ્તુનું ઉત્પાદન થાય છે.
– ડેટા એન્ટ્રી, ઈલેક્ટ્રીક ફિટીંગ, ઓર્ગેનિક ખેતી, પશુપાલન, પ્લમ્બિંગ, સિલાઈ, બ્યુટીપાર્લર સહિતનાં વ્યવસાય કરે છે.
– તાલીમ બાદ જુદા જુદા વ્યવસાય દ્વારા નાના એવા ગામમાં લોકો પાંચથી દસ હજાર રૂપિયાની કમાણી કરે છે.

ગામમાં બીએડ અને પીટીસી કોલેજ

– દરામલી ગામમાં પ્રાથમિક શાળા ઉપરાંત એક ઈગ્લિંસ મીડિયમ સ્કૂલ પણ છે.
– આ ઉપરાંત અત્યાધુનિક પીટીસી તેમજ બીએડ કોલેજ પણ દરામલીમાં છે.
– ધોરણ 8થી મોટી ઉંમરના લોકોને કોમ્પ્યુટરનું શિક્ષણ મળી રહે તે માટે અધ્યતન કોમ્પ્યુટર સેન્ટર તૈયાર કરાયું છે.
– કોમ્પ્યુટરના શિક્ષણ સાથે ઓનલાઈન શોપીંગ, જોબ, ખેતી વગેરેની માહિતી આપવામાં આવે છે.
– ગામમાં આરોગ્ય સબસેન્ટર, ગ્રામ ગ્રંથાલય, અસ્થિ બેંક તેમજ ઈકો ફ્રેન્ડલી પંચાયત ભવન કાર્યરત છે.

સ્માર્ટ વિલેજમાં થાય છે દરામલીની ગણના

– નિર્મળ, ગાકુળગામ દરામલીને કુપોષણ મુક્ત ગામની પણ ખ્યાતિ મળી છે.
– જનધન યોજનામાં સો ટકા સિદ્ધી હાંસલ કરનાર આ ગામમાં 100 ટકા શૌચાલય અને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની વ્યવસ્થા.
– ગામમાં નોલેજ બેંક, બ્લડ બેંક ઉપરાંત રોજગારી માર્ગદર્શક મંડળ તેમજ 18 જેટલા સખી મંડળ.
– વાઈફાઈ, સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, 95 ટકા પાકા રોડ, એલઈડી સ્ટ્રીટ લાઈટો.
– પંચાયત દ્વારા 95 ટકા ગટર તેમજ નિયમિત ગામની સફાઈની વ્યવસ્થા.
– 95 ટકા ટેક્સની વસૂલાત કરતા આ ગામમાં મોટા સિટીની જેમ દરેક સોસાયટીના નાકે સાઈન બોર્ડ.

દરામલીના ગૃહઉદ્યોગમાં તૈયાર થતું ઉત્પાદન

પંચાયતમાં બાયોમેટ્રીક મશીન ઉપરાંત સાઉન્ટ સિસ્ટમ છે ખાસ

– દરામલી ગ્રામ પંચાયતમાં બાયોમેટ્રીક મશીન દ્વારા કર્મચારીઓની હાજરીની નોંધ લેવામાં આવે છે.
– આ ઉપરાંત ગામની દરેક સોસાયટી અને શેરીઓમાં સ્પીકર મુકવામાં આવ્યા છે.
– આ સિસ્ટમ દ્વારા પંચાયતમાંથી કોઈપણ જાતની જાહેરાત કે સુચના આપી શકાય છે.
– ઓટોટાઈમર દ્વારા આ સ્પીકરમાં સવાર અને સાંજે એક-એક કલાક ભજન વગાડવામાં આવે છે.

ગામમાં અત્યાધુનિક કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર
દરામલી ગામને મળ્યા છે અનેક એવોર્ડ
મહિલાઓ ઘરકામ બાદના સમયમાં કરે છે કમાણી
મહિલાઓની ટીમ દ્વારા કરવામાં આવે છે કામ
ગામમાં 14 જેટલા સખી મંડળો કાર્યરત
કોમ્પ્યુટરના શિક્ષણ સાથે આપવામાં આવે છે ખેતી, ઓનલાઈન શોપીંગ વિશે માહિતી
ગામની દરેક ગલી ચોકમાં લગાવાયા છે સ્પીકર
વિદેશીઓ લે છે ગામની મુલાકાત

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી