જય જવાન જય કિસાન: હરિયાણામાં દુલ્હેરાજા મર્સિડીઝ કારને બદલે ટ્રેક્ટર પર લઈ ગયો જાન, ખેડૂતોને સપોર્ટ આપવા કર્યું કામ

હરિયાણા-દિલ્હી બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતોને સર્મથન આપવા માટે ઘણા લોકો તેમનાથી શક્ય હોય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન લગ્ન દરમિયાન દુલ્હેરાજાએ કર્યો. સુમિતે જાનમાં ઘરે પડેલી મર્સિડીઝ કાર લઇ જવાને બદલે ટ્રેક્ટરની પસંદગી કરી. જાનૈયાઓએ સુમિતનો સાથ આપવા જય જવાન જય કિસાન નારા લગાવ્યા.

આ પહેલથી સુમિતે ખેડૂતોની સાથે હોવાનો સંદેશ આપ્યો. સોશિયલ મીડિયા પર હરિયાણાના કરનાલ શહેરના દુલ્હેરાજાના વખાણ થઇ રહ્યા છે. સુમિતની દુલ્હન IT પ્રોફેશનલ છે. તેણે પણ પતિની આ વાતમાં પૂરું સમર્થન આપ્યું. સુમિતે કહ્યું કે, લગ્ન પછી તેઓ પત્ની સાથે ખેડૂતોને મળવા જશે. આ કપલે લગ્ન દરમિયાન મળેલી રકમ પણ ખેડૂત આંદોલનની મદદ માટે દાન કરી દીધી. સુમિતની જાન ચાર ટ્રેક્ટર પર નીકળી હતી. દરેક ટ્રેક્ટર પર ભારતીય કિસાન યુનિયનના ઝંડા લાગેલા હતા.

સુમિતના માતા-પિતા અને અન્ય સંબંધીઓ ખેતી કરે છે. દુલ્હનનો પરિવાર પણ ખેતી સાથે જોડાયેલો છે. આથી ખેડૂતોની તકલીફ બંને પરિવાર સમજે છે. ખેડૂતોનો સાથ આપવા માટે કરેલી આ પહેલ વખાણલાયક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો