જીપીએસસી કલાસ ૧-૨ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૨૫ છાત્રો ઉતીર્ણ

રાજકોટ, તા. ૩૦ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી.ની મેઈન્સ પરીક્ષા લેવાયેલ હતી. તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે ૨૫ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજ યુપીએસસી મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં સંસ્થાના ૨ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ છે.

આ સંસ્થા નીચે હાલ યુ.પી.એસ.સી., જીપીએસસી તેમજ કલાસ૩ની પરીક્ષાઓ માટે પણ વર્ગો ચાલે છે. આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં યુપીએસસીની આઈએફએસ પરીક્ષામાં એક વિદ્યાર્થી પ્રકાશ સેલત ઉતીર્ણ થયેલ છે અને હાલ તેઓ ટ્રેઈનીંગમાં જોડાયેલ છે.

ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં જીપીએસસી કલાસ-૧-૨માં ૨૫ વિદ્યાર્થી, જીપીએસસી કલાસ-૨ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફીસર-૧, બિનસચિવાલય કલાસ-૩માં ૨૦ વિદ્યાર્થી, તલાટીમંત્રી – ૧૫, જુનિયર કલાર્ક-૧૬, સીનીયર કલાર્ક-૪, પીએસઆઈ-૨૨, એએસઆઈ-૨૨, કોન્સ્ટેબલ – ૧૦૪, ફોરેસ્ટ-૨, ચીફ ઓફીસર-૨, ડેપ્યુટી એકાઉન્ટ ઓફીસર-૧, જીપીએસસી ઈરીગેશન ડીપાર્ટમેન્ટ-૧, ડેપ્યુટી સેકશન ઓફીસર- ૨૦+ ઉપરાંત વિદ્યાર્થીઓ નોકરીમાં જોડાયેલ છે.

આમ રાજકોટ ખાતે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સરદાર પટેલ ભવન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન નીચે અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા બિલ્ડીંગમાં લાઈબ્રેરી, વાંચનાલય, ડિઝીટલ લાઈબ્રેરી વાતાનુકુલીન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરી તાલીમ મેળવી રહ્યા છે. ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, સરદાર પટેલ ભવનના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સતાણી અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવેલ છે.

સ્થળ : શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ, ન્યુ માયાણી પાણીના ટાંકા સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, મવડી મેઈન રોડ, રાજકોટ, ફોન : (૦૨૮૧) ૨૩૬૫૦૯૯. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

વર્ષ ૨૦૧૭ માં જાહેર થયેલ GPSC પરીક્ષાના રીઝલ્ટ માં વિપુલભાઇ સાકરિયા ઓલ ગુજરાતમાં ત્રીજા નંબરે ઉતીર્ણ થયા હતા જેઓ હાલમાં ડેપ્યુટી કલેકટર

ધારા ભાલાળા 38માં ક્રમે હાલ ડેપ્યુટી કલેકટર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર