ચીની કંપનીઓને ભારતનો વધુ એક ઝટકો, કલર ટીવીની આયાત પર સરકારે મુક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જાહેરનામામાં જણાવાયું છે કે રંગીન ટીવીની આયાતનીતિમાં ફેરફાર કરાયો છે. તેની આયાત પ્રતિબંધિત કરાઈ છે. કોઈપણ વસ્તુની આયાતને પ્રતિબંધિતની શ્રેણીમાં મૂકવાનો અર્થએ છે કે જે તે વસ્તુ માટે આયાતકારે તેની આયાત માટે ડીજીએફટી પાસેથી લાઈસન્સ લેવું પડશે. ચીન ભારતમાં ટીવી સેટની મોટાપાયે નિકાસ કરે છે. ચીનની કંપનીઓને આ આદેશથી આંચકો લાગી શકે છે.

શું સરકારના આ નિર્ણયને કારણે નવું ટેલિવિઝન ખરીદવાના તમારા નિર્ણય પર અસર થશે ખરી?

આમ જુઓ તો આ નિર્ણયથી કોઇ ફેર પડવાનો નથી. મોટાભાગની લોકપ્રિય ટેલિવિઝન બ્રાન્ડ ભારતમાં જ ઉત્પાદિત અથવા તો એસેમ્બલ થાય છે. તેથી ભારતમાં ટેલિવિઝનની કિંમત પર કોઇ અસર પડશે નહીં. તે ઉપરાંત ટેલિવિઝન સેટની અછત પણ સર્જાશે નહીં.

સોની, સેમસંગ, શાઓમી, એલજી જેવી કંપનીઓ ભારતમાં જ ટેલિવિઝનનું ઉત્પાદન કરી રહી છે.

ભારતમાં નોઇડા સ્થિત ડિક્સન ટેક્નોલોજીસ સેમસંગના ટેલિવિઝન બનાવે છે. તે ઉપરાંત આ કંપનીના તિરુપતિ ખાતેના પ્લાન્ટમાં એલઇડી ટીવીનું ઉત્પાદન થાય છે. ડિક્સન ટેક્નોલોજી પેનાસોનિક, શાઓમી અને સ્કાયવર્થ કંપનીઓ માટે પણ ટેલિવિઝનનું ઉત્પાદન કરે છે. સરકારના આ નિર્ણયના કારણે હાઇ એન્ડ ટેલિવિઝનની કિંમતો વધી શકે છે કારણ કે અત્યારે આ ખર્ચાળ ટેલિવિઝન આયાત જ કરાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો