શું તમારું વાહન 15 વર્ષ જૂનું છે? તો વાંચી લો આ સમાચાર, સરકાર લાવવા જઈ રહી છે આ નવી પોલિસી

જો તમારું વાહન 15 વર્ષ જૂનું છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે હવે 15 વર્ષ જૂની કાર, બસ, ટ્રક વગેરેને લઈ સરકાર મહત્વની પોલિસી બનાવવા જઈ રહી છે. માહિતી મુજબ સરકારે હવે વાહન સ્ક્રેપ નીતિ(vehicle scrap policy) લાવવાની તૈયારી દાખવી છે. સરકારની આ નીતિ ઓટો સેક્ટરને સંકટમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આધિકારિક સૂત્રો મુજબ, વાહન સ્ક્રેપ પોલિસીને અંતિમ રૂપ આપવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. સંબંધિત મંત્રાલય સાથે વાટાઘાટ અંતિમ તબક્કામાં છે. સરકાર જલ્દી આ નીતિ અંગે જાહેરાત કરી શકે છે. આ પોલિસી હેઠળ ઉપભોક્તા અને ઉત્પાદક બંનેના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. આ નીતિ હેઠળ જૂના વાહનોને એક નિશ્ચિત મર્યાદા બાદ સંચાલનથી હટાવી દેવામાં આવશે. આ બદલે ઉપભોક્તાઓને અમુક લાભ આપવામાં આવશે. જ્યારે બીજી તરફ ઓટો સેક્ટર્સમાં ડિમાન્ડ વધશે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં વાહન સ્ક્રેપ નીતિ હેઠળ સંકેત આપતા કહ્યું હતું કે જૂના વાહનોના ઉકેલ માટે પ્લાન્ટ, પોર્ટ અને ધોરીમાર્ગો નજીક સ્થાપિત કરવામાં આવશે. જેથી વાહન નિર્માણ ખર્ચ ઓછો કરવામાં મદદ મળશે. ઉપરાંત, નવા સંસાધનોને સરળતાથી એક માર્ગથી બીજા માર્ગ પર લઈ જવાશે. જોગવાઈ મુજબ, પેટ્રોલ વાહનને 15 વર્ષ અને ડીઝલ વાહનને 10 વર્ષ સંચાલનની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પેટ્રોલ માટે 15 વર્ષ અને ડીઝલ માટે 10 વર્ષની સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. ત્યાર બાદ સંચાલનની મંજૂરી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો