સૂત્રાપાડામાં PM કિસાન સન્માન નિધિ યોજનામાં 5.20 કરોડનું કૌભાંડ, 13000 ડમી ખેડૂતોને ચુકવાયા પૈસા

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મોટી સંખ્યા ડમી ખેડુતોના નામ હોવાનું બહાર આવ્યું છે. એક જ તાલુકામાં 13000 ખેડૂતો દ્વારા 5,20,00,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યું છે.

દેશના ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે અને સન્માનથી જીવી શકે તે હેતુથી કિસાન સન્માન યૌજના શરૂ કરાઇ અને વર્ષ મા 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામા સીધા જમા કરાવાય રહયા છે પાછલા વર્ષમા અનેક ખેડૂતો યોજનાથી વંચીત રહયા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી પરંતુ કિસાન સન્માન યોજના મા ડમી ખેડૂતો ના નામ હોવાનો ખુલાસો થયો છે અને કરોડો રૂપિયા ની રમકમ તેમના એકાઉન્ટ મા જમા થઈ ચૂકી હોવાનું જાગૃત ખેડૂતો આરોપ લગાવી રહયા છે

300 ખેડૂતો નું લિસ્ટ ચેક કરતા 80 ટકા જેટલા ડમી ખેડૂતો

ગીર સોમનાથ જીલાના સુત્રાપાડા તાલુકાના લોંઢવા ગામે તલાટી કમ.મંત્રીએ કિસાન સન્માન યોજનાનો લાભ લેતા ખેડૂતોની તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો છે. લોંઢવા ગામના 300 ખેડૂતોનું લિસ્ટ ચેક કરતા 80 ટકા જેટલા ડમી ખેડૂતો મળી આવતા ખળભળાટ મચ્યો છે

સુત્રાપાડા તાલુકા મા 13000 ડમી ખેડૂતો

સુત્રાપાડા તાલુકાના લોંઢવા ગામે 300 ખેડૂત ખાતેદારોમા 80 ટકા ડમી ખેડૂત મળી આવ્યા છે તો એક અંદાજ મુજબ સુત્રાપાડા તાલુકામા 13000 ડમી ખેડૂતોનું પ્રધાન મંત્રી કિસાન સન્માન યોજનામાં નામ હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહયા છે અને તે તમામ ને બે હફતા એટલે. કે 4 હજાર રૂપિયા એકાઉન્ટ મા જમા થઈ ચુક્યા છે. જે હિસાબથી 5,20,00,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ કહેવાય. આ માત્ર સુત્રાપાડા એક તાલુકા નો અંદાજ છે તો ગીર સોમનાથ જિલ્લો તેમજ રાજ્ય અને દેશ મા.કેટલા ડમી ખેડૂતો બની હજારો લાખો કરોડ રૂપિયા ચાઉ થયા હશે તે કહેવું મુશ્કેલ બન્યું છે

તંત્ર મોડું મોડું પણ સફાળું જાગ્યું

દેશમાં અનેક ગરીબ ખેડુતો ને કિસાન સન્માન યોજનાનો લાભ ન મળતો હોવાની બુમો પડી રહી છે. બીજી તરફ સરકાર મા ખેડૂતો નેઅપાતી સન્માન નિધિની સહાયમા બિન ખેડૂતોના એકાઉન્ટ હોવાના આરોપો થય રહયા છે. તંત્ર મોડું મોડું પણ સફાળું જાગ્યું છે અને તાલુકા વિકાસ અધીકારીઓને તમામ તાલુકાઓમા સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્ય ભરમાં તલાટીઓ અને ટીડીઓ દ્વારા તપાસ

ગીર સોમનાથ ડીડીઓ સાથેની ટેલીફોનનીક વાતચીતમાં ડીડીઓએ કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનામાં વીસીઇ એટલેકે ગામના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા નામ અને એકાઉન્ટ ખેડૂતોના એડ થાય છે આ સિવાય. ઓનલાઈન પણ ખેડૂતો દ્વારા પણ નામ એડ કરવામાં આવે છે જે નામો મા ભૂલો હોવાનું બહાર આવ્યું છે જેથી કોઈ ભૂલ ભરેલા નામ છે કે કેમ તે સમગ્ર મામલે હાલ રાજ્ય ભરમાં તલાટીઓ અને ટીડીઓ દ્વારા તપાસ રહી છે

સરકાર સામે ઉઠી રહ્યા છે સવાલ?

  • ડમી ખેડૂતો કેટલા છે
  • કેટલા ડમી ખેડુતો મા કેટલી રકમ.જમા થઈ
  • શુ ડમી નામો કોઈ જાણી જોઈ ના એડડ કરી કરોડો રૂપિયા નો ગોટાળો તો નથી કરતા ને ?
  • આ સમગ્ર મામલો હવે તપાસ બાદ જ બહાર આવશે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો