પુણેના ધામની ગામની એક પુત્રી પોતાની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેના મોત બાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી. વિદ્યાર્થીનીની માતા ઘણાં લાંબા સમયથી બીમાર ચાલી રહી હતી અને સાંજે તેની માતાનું નિધન થઈ ગયું હતું. મરતા પહેલા માતાએ દીકરી પાસેથી વચન લીધું હતું કે જો તેને કશુ થઈ જાય તો તે પોતાનો અભ્યાસ છોડશે નહીં અને IAS બનશે.
માતાને આપેલ વચન પાળવા લીધુ આ પગલુઃ
પુણેના ધામની ગામમાં રહેનારી મહિલા સવિતા ગવંડીનું નિધન થઈ ગયું હતું. સવારે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું અને સ્મશાનથી પરત ફર્યા બાદ તેમની દીકરી જ્ઞાનેશ્વરી ગવંડી ઘરેથી નીકળી અને પરીક્ષા કેન્દ્ર પહોંચીને પરીક્ષા આપી. જ્ઞાનેશ્વરીએ જણાવ્યું કે, તેણે પોતાની માતાને વચન આપ્યું હતું કે તે ખૂબ ભણશે અને મોટી ઓફિસર બનશે.
માતાના અંતિમ સંસ્કારને કારણે જ્ઞાનેશ્વરીને પરીક્ષા સેન્ટર પહોંચવામાં થોડુ મોડુ થઈ ગયું હતું. પણ સ્કૂલના આગ્રહ પર તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું કે જ્ઞાનેશ્વરી ભણવામાં પાવરધી છે. તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. જ્ઞાનેશ્વરીનો ભાઈ ધોરણ 12નો છાત્ર છે. અને તે પણ પરીક્ષા આપવા માટે ગયો હતો.
જણાવી દઈએ કે, આ પહેલા પણ આ રીતની એક ઘટના બની ચૂકી છે. જ્યાં એક દીકરીએ તેના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી. એક દીકરીએ તેના પિતાની ઈચ્છા તો પૂરી કરી જ પણ સંતાન ધર્મનું પાલન પણ કર્યું. ધમતરીના આમદી નગર પંચાયતમાં 3 માર્ચના રોજ ગમગીન માહોલ રહ્યો હતો. રોડ અકસ્માતમાં પિતાના નિધન બાદ પણ દીકરીએ તેમની ઈચ્છા અનુસાર 10માની બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ તેણે પિતાની અર્થીને કાંધ પણ આપી હતી. દીકરીએ પિતાના અંતિમ સંસ્કારની વીધિઓ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..