ઘોડાસરના 60 વર્ષીય દર્દી શિવકુમાર શાહે સ્ટર્લિંગ હોસ્પિટલ અને તેના ડિરેક્ટરોને લિગલ નોટિસ મોકલી છે. કોરોનાગ્રસ્ત શાહ સ્ટર્લિંગ હોસ્પિટલમાં 21 એપ્રિલનાં રોજ દાખલ થયા હતાં. તેમણે આઇસીયુમાં સારવાર લીધા બાદ સાજા થતા 16મેનાં રોજ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જોકે તેમને રૂ. 11.71 લાખ બિલ આવતાં તેમણે હોસ્પિટલો પર વધુ પડતાં ચાર્જ લીધાનો આક્ષેપ કર્યા હતાં અને લિગલ નોટિસ મોકલી હતી. જોકે હોસ્પિટલે આક્ષેપોને પાયવિહોણા ગણાવીને દાવો કર્યો હતો કે, તમામ ચાર્જ તેમને સમજાવ્યા બાદ જ દાખલ કરવામાં આવ્યા હતાં. હવે સાજા થયા બાદ હોસ્પિટલને બદનામ કરાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભાસ્કરે આ વિશે શિવકુમાર શાહનાં જમાઇ માલવ શેઠ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારા સસરાને દાખલ કરતી વખતે અમે રૂ. 4.5 લાખ ડિપોઝિટ ભરી હતી. 26 દિવસ બાદ જ્યારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે રૂ. 11.71 લાખનું ફાઇનલ બિલ અપાયું હતું, જેમાં રૂ. 2.45 લાખ તો ડોક્ટર વિઝિટ ફી લગાવી હતી. આટલી બધી ફી પ્રમાણે અમે ડોક્ટરોની વિઝિટ જોઇ ન હતી. હાઉસ ઓફિસર ચાર્જ જેવા ન સાંભળ્યા હોય તેવા ચાર્જ પણ લગાવ્યા હતાં. રૂ. 2.99 લાખ મેડિકલ એડમિનિસ્ટ્રેશન ચાર્જ લગાવ્યા હતાં જેમાંથી આશરે રૂ. 2.34 લાખ (રૂ. 9,000 પર ડે) પીપીઇનાં વસૂલ કરાયા હતા. અમારી માંગણી છે કે, મ્યુનિ.એ 16 મેનાં નક્કી કરેલા રેટ પ્રમાણે બિલ ગણાવું જોઇએ.
અમને બદનામ કરવાની કોશિશ: સ્ટર્લિંગ
આ વિશે સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં વાઇસ પ્રેસિડન્ટ નમિષા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે કોર્પોરેશનનાં 18 એપ્રિલનાં પરિપત્ર મુજબ દર્દીને તમામ ચાર્જ અને નિયમો સમજાવ્યા હતાં, જેની સાથે તેઓ લેખિતમાં સહમત થયા હતાં. 26 દિવસની સારવાર દરમિયાન અમે અતુલ પટેલ જેવા નિષ્ણાત ડોક્ટરોની ટીમ, ટોસિલિઝુમેબ ઇન્જેક્શન, દવાઓ સાથે શ્રેષ્ઠ ક્વોલિટીની પીપીઇ સાથે તેમની સારવાર કરી હતી. શિવકુમારે ડિસ્ચાર્જ થયા પછી સારવારનાં વખાણ કરતો પત્ર પણ લખ્યો હતો. તેમના ફેમિલીનાં બીજા પેશન્ટને પણ અમે સારવાર આપી હતી. પરંતુ તે બિલમાં તેમને કોઇ પ્રોબ્લેમ ન હતો. આ સમગ્ર પ્રયત્ન હોસ્પિટલને બદનામ અને બ્લેકમેઇલ કરવા માટેનો છે. અમે કાયદાકીય લડત માટે તૈયાર છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..