બાળકોને એકલા મૂકી બહાર જતા રહેતા માતા-પિતા માટે આંખ ઉઘાડનાર કિસ્સો, મમ્મી-પપ્પાની રાહ જોતું માસૂમ બાળક 14મા માળની બાલકનીમાંથી પડી ગયું

ગાઝિયાબાદ (Ghaziabad)ના પોલીસ સ્ટેશન (Police Station) ના સિહાની ગેટ વિસ્તારના પોશ એરિયામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ટાવરમાં ચૌદમા માળે રહેતા લગભગ 4 વર્ષના માસૂમ બાળકનું ઘરની બાલકનીમાંથી નીચે જમીન પર પટકાવાથી કમકમાટી ભર્યું મોત થઇ ગયું છે. જો કે આજુબાજુના લોકો તાબડતોડ તેને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડૉકટર્સે તેને મૃત જાહેર કરી દીધો. આ દર્દનાક અકસ્માત બાદથી પરિવાર સિવાય સોસાયટીમાં પણ માતમ છવાયેલો છે.

કોલોનીમાં રહેતા સીમા નામની મહિલાએ કહ્યું કે નવનીતકુમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારની સાથે 14મા માળ પર આવેલા એક ફ્લેટમાં રહે છે. મોડી સાંજે નવનીત અને તેમની પત્ની કોઇ કામથી બજાર ગયા અને પોતાના ચાર વર્ષના દીકરા તેજસને ઘરેમાં જ એકલો મૂકીને ગયા હતા. તેજસ બાલકનીમાં 2 સ્ટુલ લગાવીને નીચેની તરફ પોતાના મમ્મી-પપ્પાની રાહ જોઇ રહ્યો હતો. અચાનક બાળકનું સંતુલન બગડયું અને તે પોતાના ઘરની બાલકનીમાંથી નીચે પડી ગયો અને મોત થઇ ગયું.

કહેવાય છે કે બાળક નીચે પડ્યો તો આજુબાજુના લોકો પણ દોડીને ત્યાં આવી ગયા અને બાળકને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં સુધીમાં બાળક જિંદગી હારી ચૂકયો હતો. સીમાએ કહ્યું કે આ દર્દનાક અકસ્માત બાદ આખી કોલોનીમાં શોક છવાયેલો છે.

પોલીસ કરી રહ્યું છે કેસની તપાસ

આ કેસની માહિતી આપતા એસપી સિટી અભિષેક વર્માએ કહ્યું કે માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. તેમણે કહ્યું કે શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે બાળક ઘરે એકલું હતું અને તેના પપ્પા-મમ્મી બજારમાં ગયા હતા. જે બાલકનીમાંથી બાળક પડ્યું છે. એ બાલકનીમાંથી બે સ્ટુલ પણ મળ્યા છે. અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે બાળક સ્ટુલ લગાવીને પોતાના મમ્મી-પપ્પાને જોઇ રહ્યો હતો આ દરમ્યાન આ દર્દનાક ઘટના બની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો