બ્રેસ્ટ કેન્સરથી બે બહેનોનુ મોત થતા ગીતાએ બનાવ્યું એવું ડિવાઈસ જે 15 જ મિનિટમાં કરે છે બ્રેસ્ટ કેન્સરનું નિદાન, અત્યાર સુધીમાં 25 હજાર મહિલાઓની થઈ ચૂકી છે તપાસ

હાલમાં જ જાહેર કરાયેલા આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં કહેવાયું છે કે, દેશમાં દર વર્ષે 1 લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. તે દેશમાં સૌથી વધુ ઝડપથી વધતું કેન્સર છે. લેન્સેટનો રિપોર્ટ પણ કહે છે કે, ભારતમાં 60% કેસમાં કેન્સરનું સમયસર નિદાન નથી થતું. ફક્ત આ કારણસર 66% મહિલાઓ કમોતે મરે છે, જ્યારે વિકસિત દેશોમાં 90% મહિલાઓ આ કેન્સરનો ભોગ બન્યા પછી સ્વસ્થ થઈ જાય છે. આ સ્થિતિમાં બદલવા માટે બેંગલુરુની એક આઈટી પ્રોફેશનલ છેલ્લાં ઘણાં સમયથી સંઘર્ષ કરી રહી છે.

ગીતા મંજૂનાથના હેલ્થ સ્ટાર્ટઅપ ‘નિરામય’એ આવું એઆઈ બેઝ્ડ થર્મલ સેન્સર ડિવાઈસ બનાવ્યું છે, જે બ્રેસ્ટ કેન્સરની ઓળખ શરૂઆતના સ્ટેજમાં જ કરી લે છે. એટલું જ નહીં, આ ડિવાઈસ બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ના દેખાતા હોય ત્યારે તેની ઓળખ કરી લે છે. હકીકતમાં તેમના પરિવારમાં બ્રેસ્ટ કેન્સરથી થયેલા મોત જોઈને તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેઓ કહે છે કે, થોડા વર્ષ પહેલા મારી બે કઝિન બહેનના મોત થઈ ગયા. જો તેમના કેન્સરનું નિદાન સમયસર થયું હોત, તો તે બંને બચી જાત! આ માટે હું કંઈક કરવા માંગતી હતી. એટલે મેં મારા એક મિત્ર સાથે થર્મોગ્રાફીની વાત કરી. તે ઈન્ફ્રારેડ ઈમેજના આધારે વિશ્લેષણ કરવાની ટેકનિક છે. મેં એક નાની રિસર્ચ ટીમ તૈયાર કરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કેન્સરની ઓળખ કરવા સક્ષમ ડિવાઈસ બનાવ્યું. તેની તપાસના સારા પરિણામ મળ્યા અને એ જ ટીમ સાથે મેં ‘નિરામય’નો પાયો નાંખ્યો. અમારું ડિવાઈસ અત્યાર સુધી 25 હજાર મહિલાના બ્રેસ્ટ કેન્સરનું સમયસર નિદાન કરી ચૂક્યું છે.

આ ડિવાઈસનો ઉપયોગ બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી સહિત 12 શહેરની 30થી વધુ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. ગીતા મંજૂનાથની સંસ્થાને રોકાણકારોનું રૂ. 50 કરોડનું દાન પણ મળ્યું છે. હાલમાં જ ગેટ્સ ફાઉન્ડેશને ‘નિરામય’ને રિવર બ્લાઈન્ડનેસ રોકવા માટે સોફ્ટવેર બનાવવાનું કામ સોંપ્યું છે.

આ ડિવાઈસ 5 એમએમ સુધીના નાના ટ્યૂમરની પણ ઓળખ કરી લે છે
ગીતા મંજૂનાથ કહે છે કે, હજુ દેશમાં મેમોગ્રાફીથી બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ કરાય છે. 45 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ પદ્ધતિ એટલી સફળ નથી, પરંતુ થર્મલ સેન્સર ડિવાઈસ છાતીના વધતા-ઘટતા તાપમાન પર નજર રાખે છે અને તસવીરો લે છે. તેનું વિશ્લેષણ કરીને ઓળખ કરે છે. આ કામમાં ફક્ત 15 મિનિટ લાગે છે. આ ડિવાઈસથી 5 એમએમના નાના ટ્યુમરની ઓળખ પણ સરળતાથી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો