રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર, ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો, જાણો મામલો

રાજકોટના કિશાનપરા ચોકમાં કાલે સાંજે કારમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ક્રિકેટ રવિન્દરે જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજાને મહિલા પોલીસે અટકાવતા ક્રિકેટરના પત્ની રીવાબા જાડેજાએ પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બબાલ કરતા ટ્રાફિકજામ થઇ ગયો હતો પરિણામે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો બીજી તરફ માસ્ક વગર નીકળેલા રવિન્દ્ર જાડેજાની ગાડી રોકનાર મહિલા કોન્સ્ટેબલને ભારે બબલને કારણે ગભરામણ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી સામાન્ય નાગરિકો પાસેથી ધોકા પછાડીને દંડ વસુલતી પોલીસ આ વી.આઈ.પી. દંપતી પાસે વામણી સાબીત થઇ હતી અને દંડ વગર તેમને જવા દીધા હતા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજકોટની શાન અને ક્રિકેટની દુનિયામાં સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજાને લીધે ફરી વિવાદમાં આવ્યા છે અગાઉ જામનગરમાં રીવાબા જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલને ફડાકો મારી દીધો હતો તે ઘટના હજુ તાજી જ છે ત્યાં રાજકોટમાં વધુ એક પોલીસ સાથેનો વિવાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હાલ કોરોના મહામારી ચાલતી હોય

જેને પગલે ફરજીયાત માસ્કની કડક અમલવારી કરાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કિશાનપરા ચોકમાં બંદોબસ્તમાં હતો સમી સાંજે સાડા સાતથી આંઠની વચ્ચે કિશાનપરા ચોક ખાતે આર આર લખેલી કાર પસાર થતા મહિલા કોન્સ્ટેબલે આ કારમાં ડ્રાયવર સીટ ઉપર બેથેલ કારચાલકે માસ્ક નહિ પહેર્યું હોવાથી કાર રોકવા ઈશારો કર્યો હતો જેથી કાર રસ્તામાં જ ઉભી રાખી દેવામાં આવી હતી અને આ કાર રસ્તામાં જ ઉભી રહી જતા પાછળ વાહનોની કતાર લાગી ગઈ હતી જેથી મહિલા કોન્સ્ટેબલે કાર સાઈડમાં પાર્ક કરવાનું અને માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહેતા કારમાંથી રીવાબા જાડેજા નીચે ઉતર્યા હતા અને તમે મને ઓળખો છો તેમ કહી રોફ જમાવવાની કોશિષ કરી હતી સામે ફરજના ભાગરૂપે ઉભેલા મહિલા કોન્સ્ટેબલે શાંતિપૂર્વક માસ્ક નહિ પહેર્યું હોય તે અંગે વાત કરતા રીવાબા ઉશ્કેરાઈ ગયા હતા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા ત્યાં હાજર અન્ય પોલીસ સ્ટાફ પણ અવાચક થઇ ગયો હતો પોતે જ જાણે સરકાર હોય તેવું વર્તન કરતા આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી રાઠોડ, ડીસીબી પીઆઇ વી કે ગઢવી, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ સેજલ પટેલ, પ્રનગર પીઆઇ એલ એલ ચાવડા સહિતનો કાફલો દોડી ગયો હતો અને બનાવની હકીકત જાણી હતી પાવરફૂલ રીવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા સાથે માસ્ક પહેરવા બાબતે માથાકૂટ થતા મહિલા કોન્સ્ટેબલ ગભરાઈ ગયા હતા અને અધિકારીઓનો મોટો જમેલો જોઈને હવે તેની સાથે શું થશે તેવું વિચારીને તબિયત ખરાબ થઇ જતા તાકીદે તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અધિકારીઓનો કાફલો પહોંચ્યો ત્યારે રીવાબા જાડેજાના પિતા પણ ત્યાં દોડી આવ્યા હતા અને લાંબી રકજક બાદ અધિકારીઓએ મામલો થાળે પાડવા રીતસરના હાથ પગ જોડવા પડ્યા હતા અને જેના પરિણામ સ્વરૂપે અંતે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો

એક તરફ પોલીસ માસ્કના નામે દરરોજ લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ ઉઘરાવી રહી છે અને બીજી તરફ રાજકીય પક્ષમાં સક્રિય એવા મોટા ગજાના લોકો પાસે પોલીસ ઘૂંટણિયે પડી જતી હોય છે જેનો ઉત્તમ દાખલો આજે કિશાનપરા ચોકમાં જોવા મળ્યો હતો સામાન્ય માણસો પાસે ડંડો પછાડતી ખાખી વર્દીધારી પોલીસે મોંઘીદાટ કારમાં આવેલા જાડેજા દંપતી પાસે પોતાના ડંડા પછાડવાને બદલે નીચે મૂકી દીધા હતા અને ભાઈસાબ બાપા કરવા પડ્યા હતા શું આ છે ખાખીનો રુવાબ રાજકોટ પોલીસનું મોરલ ડાઉન થાય તેવી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
રાજકોટના કિશાનપરામાં સર્જાયો તમાસો, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માફામાફી કરી, કાર રોકનાર મહિલા કોન્સ્ટેબલને ગભરામણ થઇ જતા હોસ્પિટલમાં ખસેડવી પડી

પોલીસે હાથે-પગે લાગવું પડ્યું

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મહિલા પોલીસ સાથે સામાન્ય બાબતમાં બેહુદુ વર્તન કરી ‘ તું અમને ઓળખે છે ? અમે પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર છીએ તેમ કહી મહિલા કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બબાલ કરી મૂકી હતી અને લગભગ પોણો કલાક સુધી તમાસો કર્યો હતો અંતે ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી કે ગઢવી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને રીતસર હાથે-પગે લાગી રીવાબા જાડેજાને રવાના કર્યા હતા

ફરજ બજાવવા જતા મહિલા પોલીસ ફસાઈ

કિશાનપરા ચોકમાં માસ્કનું ચેકીંગ કરી રહેલ મહિલા પોલીસે પોતાની ફરજના ભાગરૂપે માસ્ક વગર નીકળેલ ક્રિકેટરની કાર રોકી હતી પરંતુ ક્રિકેટરની પત્નીએ કરેલી બબલના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધાડા ઉતરી પડતા કાર અટકાવનાર મહિલા કોન્સ્ટેબલ ગભરાઈને બેભાન થઇ ગઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી
રાજકોટ શહેરના કિશાનપરા ચોકમાં સમી સાંજે માસ્ક નહિ પહેરવા સંદર્ભે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કાર અટકાવતા મહિલા કોન્સ્ટેબલ સાથે રીવાબા જાડેજાને માથાકૂટ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો માંડ માંડ મામલો થાળે પાડ્યા બાદ પુરાવાનો નાશ કરવા રાજકોટ પોલીસે દોટ મૂકી હતી કિશાનપરા ચોકમાં આવેલી દુકાનોમાં કેદ થયેલી આ ઘટનાના ફૂટેજ ડીલીટ કરાવવા માટે મહત્વની શાખાના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ ચેક કરતા એક હોટલના ફૂટેજ દૂર હોવાનું અને કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી એ તરફ નહીં હોવાનું જાણવા મળ્યું હતું પુરાવાનો નાશ કરવા પાછળ પોલીસનો શું મલીન ઈરાદો છે તે જાણવું ખુબ અશક્ય છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો