21મી સદીમાં પણ અંધવિશ્વાસ ખતમ થયો નથી. લોકો ઢોંગીઓની જાળમાં ફસાઈ જાય છે. ત્યારે મુઝફ્ફરપુરમાંથી એક ઢોંગી મૌલવીએ મહિલા સાથે તાંત્રિક વિધીના નામે બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. જો કે, ઢોંગી મૌલવીને મહિલાના પતિએ ઝડપી પાડીને પોલીસ હવાલે કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોપી અબ્દુલ હાફિઝ કરજાના રક્સાનો રહેવાસી છે. એસડીપીઓ રાજેશ શર્માએ કહ્યું કે, મહિલાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે. આરોપીને જેલ ભેગો કર્યો છે. પીડિતાએ જણાવ્યું કે, તે મૂળ વૈશાલીની રહેવાસી છે અને પતિ તથા બાળકો સાથે સારૈયામાં રહે છે. આરોપી તેના ઘરે સુધી પહોંચ્યો અને પછી આમતેમ વાત કરીને તેને કહ્યું કે, તમારા પરિવાર પર સંકટ મંડરાઈ રહ્યું છે. આ સાંભળીને મહિલા અને તેનો પતિ ડરી ગયા.
સંકટ દૂર કરવા રાતે તાંત્રિક વિધી કરવી પડશે
મહિલાએ તેને પૂછ્યું કે સંકટ દૂર કરવાનો ઉપાય શું છે. આરોપીએ કહ્યું કે, રાતે તાંત્રિક વિધી કરવી પડશે. આરોપીએ મહિલાના પતિને બજારમાંથી લાલ કપડું અને પાન લાવવા કહ્યું. આરોપીએ ઘરમાં જ આ વિધી કરવાનું કહ્યું. ત્યાં સુધી બધો જ સામાન મંગાવીને રાખવા કહ્યું.
રાતે મહિલા પાસે આવ્યો ઢોંગી મૌલવી
રાતે બધા સૂઈ ગયા ત્યારે આરોપી મહિલા પાસે આવ્યો. મહિલાએ તાવીજની માંગણી કરી પણ તેણે કહ્યું કે, તાવીજથી સંકટ દૂર નહીં થાય. પૂજા કરવી પડશે. આરોપીએ પતિને કહ્યું કે, તમારી સામે તાંત્રિક વિધી થઈ શકશે નહીં, તમે બહાર જ રહો. એમ કહીને મહિલાને એક રૂમમાં લઈ જઈ રૂમ બંધ કરી દીધો.
મહિલા ચહેરા અને શરીર પર એક પાવડર છાંટ્યો
મહિલાએ જણાવ્યું કે, ઢોંગી મૌલવીએ કપડું વિસાવ્યું અને તેને સામે બેસાડી. બંને હાથની મુઠ્ઠી બંધ કરીને આંખ બંધ કરવા કહ્યું. ઢોંગી મૌલવીએ પાન ખાધુ. પછી એક પાવડર મહિલના ચહેરા અને શરીર પર છાંટ્યો. જેનાથી તે બેભાન થઈ ગઈ. બાદમાં મૌલવીએ તેના કપડાં ઉતાર્યા અને તેનો બળાત્કાર કરવા લાગ્યો. થોડી વાર પછી મહિલાને થોડું ભાન આવ્યું. ત્યારે તેને લાગ્યું કે તેની સાથે કંઈ ખોટુ થયુ છે.
આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો
ઢોંગીએ કહ્યું કે, આવું નહીં કરે તો તારો દિકરો મરી જશે. પતિનું પણ 40 દિવસમાં મોત થઈ જશે. મહિલા ડરી ગઈ. તેણે બૂમ પાડી અને પતિને બોલાવ્યો. પછી પતિ અંદર આવ્યો તો પત્નીએ આખી વાત જણાવી. પતિએ ઢોંગી મૌલવીને પકડીને એક રૂમમાં બંધ કરી દીધો. રવિવારે પોલીસને જાણ કરીને બોલાવી અને તેને પકડાવી દીધો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..