ઘરે જ બનાવો પાણીપુરીના આ 3 પાણી, ખાવાની પડશે બમણી મજા, જાણો બનાવવાની સરળ રીત

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડીની દરેક મજા પાણીમાં જ હોય છે. તો આવો જોઇએ પકોડીના અલગ-અલગ પાણી બનાવવાની સહેલી રીત..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

1 તીખું પાણી બનાવવા

સામગ્રી

4 નાની ચમચી – આંબોળિયાનું પેસ્ટ
3-4 ચમચી – કોથમીરની પેસ્ટ
2 ચમચી – આદુની પેસ્ટ
2 ચમચી – મરચાની પેસ્ટ
1 નાની ચમચી – કારામળી
1/2 ચમચી – મીઠું
1/2 ચમચી – સંચળ
1 નાની ચમચી – શેકલું જીરાનો પાઉડર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ તીખું ખાટું પાણી બનાવવા માટે એક વાસણમાં આંબોળિયાનું પાણી લો અને તેમા કોથમીરની પેસ્ટ ઉમેરો. હવે તેમા આદુની પેસ્ટ ઉમેરી લો. તે બાદ તેમા 1 લીટર પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમા સંચળ, મીઠું અને શેકેલા જીરૂાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ તીખું ખાટું પાણી.. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.

2 ખાટું -મીઠું પાણી

સામગ્રી

4 ચમચી – આંબોળિયાની પેસ્ટ
2-3 ચમચી – કોથમીરની પેસ્ટ
2 ચમચી – મરચાની પેસ્ટ
1 નાની ચમચી – શેકેલા જીરૂાનો પાઉડર
1 નાની ચમચી – કોથમીર
1 ચમચી – સંચળ
1/2 ચમચી – મીઠું
1/2 કપ – ખાંડ
1 નાની ચમચી – વરિયાળી પાઉડર
1/2 ચમચી – ઇલાયચી પાઉડર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં આંબોળિયાની પેસ્ટ અને કોથમીરની પેસ્ટ મિક્સ કરો. હવે તેમા શેકેલા જીરૂાનો પાઉડર, સંચળ,મીઠું, ખાંડ, વરિયાળી પાઉડર, ઇલાયચી પાઉડર સાથે પાણી બરાબર મિક્સ કરો. ખાંડ બરાબર પીગળી જાય એટલે સ્વાદિષ્ટ ખાટું મીઠુ પાણી તૈયાર છે. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.

3 લીંબુ અને હીંગનું પાણી

સામગ્રી

2 નંગ – લીંબુ
1 ચપટી – હીંગ
2-3 ચમચી – ધાણા પાઉડર
1 ચમચી – સંચળ
1 નાની ચમચી – શકેલા જીરૂ પાઉડર
1/2 ચમચી – મીઠું
1 ચમચી – સંચળ

બનાવવાની રીત

સૌ પ્રથમ લીંબુ પાણી બનાવવા માટે લીંબુના રસને એક વાસણમાં નીકાળી દો.તેમા હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમા ધાણા પાઉડર, સંચળ, મીઠુ, શેકેલા જીરૂનો પાઉડર બરાબર મિક્સ કરી પ્રમાણુસાર પાણી ઉમેરો. આ પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો. તૈયાર છે લીંબુ અને હીંગનું સ્વાદિષ્ટ પાણી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો