કોરોના વાયરસના કહેરથી દેશ ઘેરાઈ રહ્યો છે. કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ થવાનો આ પહેલો મામલો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થઈ છે. મૃતકની ઉંમર 76 વર્ષની હતી. દર્દી સાઉદી અરબથી પરત આવ્યા હતા. તો દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 75 મામલાની પુષ્ટિ થઈ ચૂકી છે.
દિલ્હીમાં સ્કૂલ-કૉલેજથી લઇને સિનેમા હૉલ સુદ્ધા બંધ
દિલ્હીમાં કોરોના વાયરસના 6, હરિયાણામાં 14, કેરળમાં 17, રાજસ્થાનમાં 3, તેલંગણામાં 1, ઉત્તર પ્રદેશમાં 11, લદ્દાખમાં 3, તમિલનાડુમાં 1, જમ્મુ કાશ્મીરમાં 1, પંજાબમાં 1, કર્ણાટકમાં 4 અને મહારાષ્ટ્રમાં 11 મામલાઓ સામે આવી ચૂક્યા છે.
દિલ્હીમાં સ્કૂલ-કોલેજથી લઈને થિએટર સુધી બધુ જ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે ઉત્તરાખંડની દરેક સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. ઘણાં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. પણ આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી નહીં ડરવાની અપીલ કરી છે.
Dr. Srinivas, Director Public Health, Telangana: We have identified the hospital&contact tracking is on by state health authorities, in which 76-year-old person from Kalaburagi (Karnataka) visited&came in contact with people including doctors. Further details will be revealed. https://t.co/Q9gSsUrYy8
— ANI (@ANI) March 12, 2020
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતે દરેક દેશોના મોજૂદ વિદેશી વીઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરી દીધા છે. આ પ્રતિબંધથી રાજકારણીઓ, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી રાતે 12 વાગ્યે લાગૂ થઈ જશે.
તો ઈરાનમાં લગભગ 6 હજાર ભારતીયો ફસાયા છે. તેમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના 1100 તીર્થયાત્રીઓ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને કેરળ સહિત અન્ય રાજ્યોના 300 વિદ્યાર્થીઓ અને ગુજરાત, કેરળ અને તમિલનાડુ સહિતના રાજ્યોના 1000 માછીમારો પણ સામેલ છે.
ભારતમાં કોરોના વાયરસના 52 ટેસ્ટિંગ સેન્ટર છે. આ ઉપરાંત 56 સેમ્પલ ભેગા કરનારા સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. કોરોના વાયરસની ગંભીરતા તમે એ રીતે સમજી શકો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કોવિડ-19 કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..