ચીનની હવા કાઢવાની થઈ ગઈ તૈયારી, કટોકટીના સમયે ભારતની વ્હારે ચડ્યું ફ્રાંસ માંગ્યા તેના કરતા વધારે યુદ્ધ વિમાન આપશે

ભારત અને ચીન વચ્ચે ભયંકર તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સ્થિતિ થાળે પાડવા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે પણ વચ્ચેનો રસ્તો નિકળતો નથી દેખાતો. ચીનને એ સંદેશ બરાબર રીતે મળી ગયો છે કે, હવે ભારતને કોઈ પણ મોરચે પાછળ ધકેલી શકાય તેમ નથી. તો હવે ભારતના ભાથામાં ઘાતક હથિયાર ઉમેરાવવા જઈ રહ્યું છે અને તે છે હવાઈ યોદ્ધો રાફેલ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચીન સાથેના તનાવ વચ્ચે ભારતને ચોથી પેઢીથી પણ એડવાંસ યુદ્ધ વિમાન રાફેલ કે જે ફ્રાંસ પાસેથી ટૂંક સમયમાં જ મળી જશે. આગામી 27 જુલાઈ સુધીમાં આ યુદ્ધ વિમાનોનો પહેલો જથ્થો ભારતને મળી જશે. જોકે ભારત માટે સૌથી મહત્વની બાબતે એ છે કે, ફ્રાંસ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા નિર્ધારીત કરતા વધારે યુદ્ધ વિમાનો ભારતને આપવા જઈ રહ્યું છે.

ચીન અને પાકિસ્તાન બંને મોરચે તણાવ ઉત્પન્ન થયા બાદ હવે ભારતના મિત્ર દેશો ભારતને વહેલામાં વહેલી તકે હથિયાર ઉપલબ્ધ કરાવવામાં લાગી ગયા છે. ઇઝરાયેલ અને રશિયા બાદ હવે ફ્રાન્સ તરફથી આગામી એક મહિનામાં ભારતને છ રફેલ વિમાન ઉપલબ્ધ કરાવાશે. ભારતે ફ્રાન્સ સાથે 36 રફેલ વિમાન માટે ડીલ કરી છે. ત્યારે આગામી 27 જુલાઇ સુધીમાં ભારતને છ રફેલ યુદ્ધ વિમાનની પહેલી ટુકડી મળી જશે.

રફેલ વિમાનને આકાશનો અજેય યોદ્ધા ગણવામાં આવે છે. હવાથી હવામાં પ્રહાર કરનારી લાંબા અંતરની મિસાઇલ સાથે આ વિમાન સજ્જ હશે. ફ્રાન્સ તરફથી આપવામાં આવનારા રફેલ વિમાનોને અંબાલા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. પાકિસ્તાન અને ચીન બંને મોરચે લડાઇ થાય તો રફેલ વિમાન ગેમચેન્જર સાબિત થઇ શકે.

ફ્રાન્સે ભારતને આશ્વાસન આપ્યું છે કે તમામ 36 રફેલ વિમાનની ડિલવરી 2022 સુધીમાં થઇ જશે. રફેલની એક સ્કવોડ્રન અંબાલામાં અને બીજી સ્કવોડ્રન હસીમારામાં તૈનાત કરાશે. પહેલીએ ડિલિવરીમાં ભારતને 4 રાફેલ મળવાના હતાં, પણ હવે ફ્રાંસ કુલ 6 યુદ્ધ વિમાનો ભારતને આપવા જઈ રહ્યું છે. રાફેલ વિમાનમાં લગાવવામાં આવનારી સ્કાલ્પ અને મેટીઓર મિસાઇલની ડિલવરી પણ શરૂ થઇ ગઇ છે. ભારતીય વાયુસેનાની ગોલ્ડન એરો સ્કવોડ્રન ઓગષ્ટમાં રફેલ વિમાનની સાથે મોરચો સંભાળશે. ફ્રાસમાંથી ભારતીય પાયલટ જ રફેલ વિમાનોને ભારત લાવશે.

ભારતે ફ્રાંસ પાસેથી કુલ 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાફેલ આવી ગયા બાદ ભારતીય વાયુસેનાની યુદ્ધ ક્ષમતા અનેકઘણી વધી જશે. રાફેલની બીજી સ્ક્વાર્ડન પશ્ચિમ બંગાળમાં હાસિમારા બેઝ પર તૈનાત કરવામાં આવશે. ભારતીય વાયુસેનાને મળનારા કુલ 36 રાફેલ જેટમાંથી 30 યુદ્ધ વિમાનો હશે જ્યારે 6 ટ્રેની વિમાનો હશે. ટ્રેનર રાફેલ જેટ ટુ સિટર હશે અને તેની પાસે ફાઈટર જેટલી તમામ સુવિધાઓતો હશે જ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો