6 સાથીનો જીવ બચાવી નવસારીના લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ શહીદ થયા હતા, નૌકાદળે ફીરદોશની બહાદુરીને બિરદાવી ત્રણ સ્થળ સાથે તેનુ નામ જોડ્યું

જીવનની ઘટમાળ એક સરખી પસાર થતી નથી, જે જન્મે છે તેનું મરણ નક્કી જ છે. જન્મ અને મરણની વચ્ચે જીવન કેવુ જીવાય છે તેના પર માનવીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે. નવસારી સાથે વર્ષોથી ગાઢ સબંધ ધરાવનાર મોગલ પરિવારનો યુવાન તેજસ્વી, દેશભક્ત લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલનું 36 વર્ષની વયે પોતાના સાથીઓને મધદરિયે બચાવવા જતાં ફીરદોશે શહીદી વહોરી હતી.

ફીરદોશે નાની ઉંમરે જ ભારતની લશ્કરી સેવામાં જોડાવાનું વિચાર્યું હતું. નવસારીની મદ્રેસા સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર ફીરદોશના પિતા અને તેમની માતાએ લશ્કરની સ્પર્ધાત્મક પરીક્ષામાં પારંગત થાય તેના માટે પુરતો સહયોગ અને પ્રોત્સાહન આપ્યું. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ વર્ગ મેળવી એન્જીનિયરીંગ કોલેજમાં એડમીશન મેળવ્યું હતું અને એક પછી એક સોપાન સર કરતા ગયા અને અંતે INS શંકુશમાં એક્ઝીક્યુટીવ ઓફિસર બન્યા.

ફીરદોશ મોગલ પોતાની ફરજના ભાગરૂપે તા.30 ઓગસ્ટ 2010ના રોજ મધદરિયે સબમરીન ખાતે હાજર હતા. કોઇક કાળના ચોઘડિયે દરિયાના તોફાનમાં તેમના સાથીઓ સપડાયા. પોતાના જીવના જોખમે દરિયાઇ તોફાનમાં સપડાયેલા 6 સાથીઓને બચાવ્યા અને આ કામગીરી દરમિયાન થયેલી ઇજાને કારણે તા. 30 ઓગસ્ટની સવારે પ્રાણની આહુતી આપી દીધી.

મુંબઇ પારસી પંચાયતના સંપુર્ણ સહકારથી ઇન્ડિયન નેવીની પ્રણાલિકા મુજબ તેમના નશ્વરદેહને કોફીનમાં મુકી તેના પર શહીદ ફિરદોશનો યુનિફોર્મ અને નેવીની કેપ મુકી અંતિમ વિદાય આપવામાં આવી હતી. ભારતિય નૌકાદળના 200 જેટલા સૈનિકોએ ફીરદોશને નતમસ્તકે ઉભા રહી શહીદ ફિરદોશને અંજલી અર્પી હતી.

ફીરદોશની બહાદુરીને બિરદાવતા ભારત સરકારે તે સમયના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે તેમના પત્ની કેરઝીન ફીરદોશ મોગલને શહીદ ફિરદોશની યાદમાં મરણોપરાંત શૌર્યચક્ર અર્પણ કર્યું હતું. આ સાથે જ ભારતીય નૌકાદળે 2012માં વિશાખાપટ્ટનમના સબમરીન ટ્રેનિંગ સેન્ટરનું નામ બદલીને ધી ફીરદોશ મોગલ સીમ્યુલેટર કોમ્પલેક્સ બિલ્ડીંગ નામ આપવામાં આવ્યું.

વર્ષ 2017માં કોચીના નેવલ ઓડિટોરીયમની અંદર ફીરદોશ હોલ બનાવવામાં આવ્યો અને ગોવામાં સ્ટાફ રેસિડેન્ટ બિલ્ડીગમાં એક બિલ્ડીંગનું નામ ફીરદોશ આપવામાં આવ્યું છે.

નૌકાદળે ફીરદોશની બહાદુરીને બિરદાવી ત્રણ સ્થળ સાથે તેનુ નામ જોડ્યું છે

શહીદ ફીરદોશના કાકા ડો. હોસાંગ એફ. મોગલે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળે ફીરદોશની બહાદુરીને બિરદાવતા ત્રણ-ત્રણ જગ્યાએ તેનુ નામ રાખ્યુ તે અમારા માટે ખૂબ જ સન્માન અને ગર્વની વાત છે. નવસારીમાં ફીરદોશની વીરતાને જાણે તે માટે સયાજી વૈભવ લાયબ્રેરી તરફથી વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે અને તેના ત્રણ મણકા પૂર્ણ પણ થઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો