ઘરમાં ઊંઘી રહી હતી 9 મહિનાની બાળકી, ફાયનાન્સ કંપનીએ મકાન સીલ કરી દીધુ, માસૂમ બાળકી કલાકો સુધી ભુખી તરસી અંદર તડપતિ રહી.

રાજસ્થાનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ફાયનાન્સ કંપનીના લોકોએ ઘરને સીલ કરી દીધુ છે. જે પરિવારને ઘરની બહાર કરવામાં આવ્યા તે લોકો ચિસો પાડતા રહ્યા કે અંદર 9 મહિનાની બાળકી ઊંઘી રહી છે. પરંતુ તેમનું ફાયનાન્સ કંપનીના કર્મીઓએ એક ના સાંભળ્યું.

દૂધ પીતી માસૂમ બાળકી કલાકો સુધી ભુખી તરસી અંદર તડપતિ રહી. આ મામલો ઉજાગર કર્યો પુષ્કરના ધારાસભ્ય સુરેશ સિંહ રાવતે. રાવતે રાજસ્થાન વિધાનસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના રૂપનગરમાં બની છે. રાવતની સાથે બાળકીના માતા-પિતા અને પરિવારના લોકો પણ વિધાનસભા પહોંચ્યા અને મીડિયા સાથે વાતચીત કરી. માસૂમના દાદાએ જણાવ્યું કે, કોર્ટ સ્ટે હોવા છતા ગેરકાયદેસર રીતે ફાયનાન્સ કંપનીએ મકાન સીલ કરી દીધુ.

પોલીસ અને તંત્રે પણ કઈં ન કર્યું.

ધારાસભ્ય રાવતે કહ્યું કે, લોન ન ચૂકવતા પ્રાઈવેટ ફાયનાન્સ કંપનીએ મકાન સીલ કરી દીધુ. આ દરમિયાન પરિવારના લોકો બુમો પાડતા રહ્યા કે મકાનની અંદર દૂદપિતી બાળકી ઊંઘી રહી છે, તો પણ ફાયનાન્સ કંપનીના લોકોએ બાળકીને અંદર બંધ કરી મકાન સીલ કરી દીધુ. આ દરમિયાન પોલીસ અને તંત્રના કોઈ ક્રમિએ પણ કઈં ન કર્યું. તમામ લોકો મૂકદર્શક બની રહ્યા.

કાર્યવાહીની કરી માંગ

ધારાસભ્ય સુરેશ રાવતે પ્રાઈવેટ ફાયનાન્સ કંપની, પોલીસ અને તંત્રમાં રહેલા જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. વિધાનસભા અધ્યક્ષે સરકરારને આ પ્રકરણમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો