માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રીને ખોળામાં રાખી મહિલા કંડક્ટર ટિકિટ કાપે છે, 165 KMની મુસાફરી કરવી તેની મજબૂરી છે

સામાન્ય રીતે બસોમાં પુરુષોને ટિકિટ કાપતા જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગોરખપુરમાં એક મહિલા (female conductor) રોડવેજની બસમાં કન્ડક્ટર છે. પરંતુ આ સમયે તે પોતાની પાંચ મહિનાની બાળકીને લઈને રોજ 165 કિલોમિટરની સફર કરે છે. કારણ ઉચ્ચ અધિકારીઓએ ચાઈલ્ડ કેર લીવની અરજી (CCL) નકારી કાઢી હતી.

યાત્રીઓને દયા આવે છે પરંતુ અધિકારીઓને નહીં

ઉલ્લેખનીય છે કે આ દુખભરી કહાની ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરમાં રહેનારી શિપ્રા દીક્ષિતની છે. જે ઉત્તર પ્રદેશ પરિવહન નિગર ગોરખપુર ડેપોમાં બસ કન્ડક્ટર છે. તેને પોતાની નોકરીથી કોઈ ફરિયાદ નથી. તેણે પોતાની મરજીથી આ નોકરી પસંદ કરી હતી. પરંતુ આ સમયે તે જે દુઃખથી પસાર થઈ રહી છે.

તેની વિનંતી કોઈ સાંભળી નથી રહ્યું. કડકડતી ઠંડી હોવા છતાં પણ પુત્રીને સાથે રાખવી તેની મજબૂરી છે. કારણ કે ઘરમાં કોઈ મહિલા નથી જે તેની દેખભાળ કરી શકે. મહિલાની હાલત ઉપર યાત્રીઓને દયા આવે છે પરંતુ વિભાગના અધિકારીઓને સહેજ પણ દયા આવતી નથી. એટલા માટે જ તો ચાઈલ્ડ કેર લીવ એપ્રૂવ ન કરી.

મળતી માહિતી પ્રમાણે શિપ્રા દીક્ષિતે ઉત્તર પ્રદેશ પરિવહન નિગમમાં બસ કંડક્ટરની નોકરી 2016માં પોતાના પિતા પીકે સિંહના નિધન બાદઅનુકંપા નિયુક્તિ થઈ હતી. પીકે સિંહ પરિવહન નિગમના સીનિયર એકાઉન્ટન્ટ હતા. પરંતુ પુત્રીને તેની યોગ્યતા પ્રમાણે પદ મળ્યું નહીં. શિપ્રાએ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તેનું કહેવું છે કે મને એ સમજ આવતી નથી કે આટલું ભણેલી હોવા છતાં કંડક્ટરની જોબ આપી. આ નોકરી કરવી મારી મજબૂરી હતી. કારણ કે ઘરમાં બીજું કોઈ કમાનાર ન હતું. ના તો મને કોઈ પ્રમોશન મળ્યું અને ના તો સીસીએલ લીવ મળી રહી છે.

શિપ્રાનું કહેવું છે કે બસમાં રોજ લાંબા અંતરની મુસાફરી કરવાથી મુશ્કેલી પડે છે. અનેક વખત તો દીકરીની તબીયત ખરાબ થવા છતાં પણ અધિકારીએ રજા આપી નથી. બાળકીને સાથે રાખીને ટિકિટ કાપવી અને રૂપિયા લેવા આપવામાં તકલિફ પડે છે. દીકરીને વચ્ચે ભુખ લાગે તો માતા તેને દૂધ પીવડાવી નથી શક્તી. તેનું કહેવું છે કે તે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મદદની અપીલ કરી રહી છે કે તેને તેની યોગ્યતા અને પિતાના પદ અનુસાર નોકરી આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે શિપ્રાના પતિ નીરજ કુમાર છે જે દિલ્હીની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. અત્યારે લોકડાઉનના કારણે તે ઘરે રહીને જ કામ કરે છે. પતિનું કહેવું છે કે પુત્રીને બસમાં લઈ જવાથી તેને હવા લાગી જાય છે અને તે અનેક વખત બીમાર પણ પડી છે પરંતુ અધિકારીઓ વાત સાંભળતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો