શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં ખુદ પિતાએ સગી દીકરીને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. 20 વર્ષીય યુવતીને એક મુસ્લિમ યુવક (Muslim Youth) સાથે પ્રેમ સંબંધ (Love) હતો. યુવતી છેલ્લા એક કે દોઢ વર્ષથી મુસ્લિમ યુવકને પ્રેમમાં હતી. પિતાને આ સંબંધ મંજૂર ન હતી. પુત્રી અવાર-નવાર આ યુવક સાથે રહેવા જવાની જીદ કરી હતી. આથી પિતાએ આવેશમાં આવીને આ જે પુત્રીના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. જે બાદમાં યુવતીને સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. અહીં યુવતીએ દમ તોડી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શહેરના ગ્રાંધીગ્રામ શાહનગર-4 ખાતે રહેતા ગોપાલભાઈ નકુમે તેની સગી દીકરી ઇલા નકુમને માથામાં લાકડાનો ધોકો ફટકારી દીધો હતો. ગોપાલભાઈના પાડોશમાં રહેતા વ્યક્તિએ આ અંગેની જાણ 108ને કરી હતી. જે બાદમાં ઇલાને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ઇલાએ દમ તોડી દીધો હતો. દીકરીના માથામાં લાકડાનો ધોકો માર્યા બાદ પિતા ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ગોપાલની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી.
પોલીસની પૂછપરછમાં ગોપાલે સ્વીકાર કર્યો હતો કે તેની દીકરીને શિવપરા ખાતે રહેતા ફરદીન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ મામલે છોકરા પક્ષ અને છોકરી પક્ષના લોકો એકઠા થયા હતા અને બંનેને સમજાવ્યા હતા. જોકે, ઇલા સમજી ન હતી અને આજે તેણે ફરીથી ફરદીન સાથે જવાની જીદ પકડી હતી. જે બાદમાં આવેશમાં આવી પિતાએ તેના પર હુમલો કર્યો હતો. દીકરી લોહીલુહાણ થઈને ઘરમાં જ ફસડાઈ પડી હતી. જે બાદમાં ગોપાલ ત્યાંથી ભાગી ગયો હતો.
એવી પણ વિગત મળી છે કે ગોપાલ પહેલા શિવપરા ખાતે રહેતો હતો. પરંતુ દીકરીને પ્રેમ સંબંધ બંધાતા તેણે ઘર બદલ્યું હતું અને 15 દિવસ પહેલા અહીં રહેવા માટે આવ્યા હતા. ગોપાલે પોલીસને જણાવ્યું હતું કે આજે સવારે દીકરીએ નાસ્તો કરવાનો ઇન્કાર કર્યો હતો.
ફરદીન સાથે લગ્ન કરવાની જિદમાં તે કંઈ ખાતી-પીતી ન હતી. આ વાતને લઈને સવારે પિતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં પિતાએ આવેશમાં આવીને દીકરી પર ધોકાથી હુમલો કર્યો હતો. એવી પણ માહિતી મળી છે કે ઇલાની માતાનું પણ એક મહિના પહેલા બીમારીથી મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..