સસરા અને પુત્રવધુનો સંબંધ બાપ અને દીકરી સમાન જ ગણાય છે. પરંતુ કોરોના ખૌફ વચ્ચે ભરૂચથી એક એવી ઘટના સામે આવી છે જેણે આ સંબંધોને લાંછન લગાવ્યું છે. ભરૂચમાં એક પ્રૌઢે પોતાની સગી પુત્રવધુ સાથે નીચ હરકત કરીને સંબંધ પર કલંક લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મળતી માહિતી મુજબ ભરૂચના ઝઘડિયા તાલુકાના વાંકોલી ગામે એક મહિલા તેની ચાર સંતાનો સાથે સાસુ સસરાથી અલગ રહેતી હતી. કેન્સરની બિમારીથી આઠ વર્ષ પહેલા પતિનું મોત થયું હતું. પતિના મોત બાદ પુત્રવધુ પોતાની ચાર સંતાનો સાથે સાસુ-સસરાથી અલગ રહેતી હતી. પરંતુ મારી મિલકત પર જીવતી હોવાનું કહી દબાણ કરી સસરાએ પુત્રવધુ પર અવારનવાર દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ પુત્રવધુએ લગાવ્યો છે અને આ અંગે ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ નરાધમ સસરો પુત્રવધુ પર વારંવાર દબાણ કરતો હતો અને ‘મારો છોકરો નથી તો શું થયું હું તો છું ને’ તેમ કહી અનારનવાર બળાત્કાર ગુજારતો હતો. ‘તુ મારી મિલકત પર જીવે છે.’ એમ કહી નરાધમ સસરો પુત્રવધુ પર દબાણ કરતો હતો. ઉમલ્લા પોલીસે પુત્રવધુની ફરિયાદના આધારે સસરા બચુ નોકળા વસાવા વિરુધ્ધ ફરિયાદ નોંધી છે અને તેને શોધવા પોલીસ કામે લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..