વેરાવળની કરુણ ઘટના: જે ઘરમાંથી દીકરીની ડોલી નીકળવાની હતી ત્યાંથી પિતાની અર્થી ઊઠી, મહેંદીવાળા હાથે દીકરીએ પિતાને આપી કાંધ

વેરાવળમાં લોહાણા રઘુવંશી વેપારીની લાડકવાયી દીકરીના લગ્ન હોવાથી છેલ્‍લા ઘણા દિવસોથી પરિવાર હર્ષોલ્‍લાસ સાથે લગ્‍ન સમારોહની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન રવિવારે બપોરે એકાએક દીકરીના પિતાની તબિયત લથડી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ લઇ જવાઈ રહ્યા એ દરમિયાન રસ્‍તામાં જ હાર્ટ-અટેકથી તેમનું મૃત્યુ થતાં રઘુવંશી પરિવારમાં ખુશીનો માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. દીકરીના પિતાના એકાએક અવસાન બાદ બન્‍ને પરિવારોએ સામૂહિક રીતે હાલ લગ્‍ન પ્રસંગ મુલત્‍વી રાખવાનો કપરો નિણર્ય લીધો હતો.

સમાજમાં હળવા સાથે સૌકોઇના હૃદયને હચમચાવી નાખે એવી ગમગીનીભરી ઘટનાની વિગત મુજબ વેરાવળ શહેરના બિહારીનગરમાં રહેતા અને જંતુનાશક દવાના રઘુવંશી વેપારી અશોકભાઇ પ્રાણજીવનદાસ તન્ના (ઉં.વ.62) નિસંતાન હોવાથી તેમના નાના ભાઇની દીકરી આયુશીને બાળપણથી જ પોતાની પાસે અત્રે વેરાવળ રાખી પ્રેમ-સ્‍નહેથી ઉછેરીને ભણાવી-ગણાવી મોટી કરી હતી. દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. આ દીકરી આયુશીના લગ્ન આજે તા.7 ના રોજ લેવાયા હોવાથી રઘુવંશી પરિવાર લાડકવાયી દીકરીના લગ્‍ન સમારોહની જુદી-જુદી વિધિઓની ઉત્‍સાહભેર તૈયારી કરી રહ્યો હતો.

લાડકવાયી દીકરીનું કન્યાદાન કરવા પિતાના હૈયે હરખ સાથે ખુશી છલકાતી જોવા મળતી હતી. દરમિયાન દીકરીના લગ્‍નના આગલા દિવસે એટલે કે રવિવારે સવારે વેપારી અશોકભાઇ તન્‍નાની એકાએક તબિયત બગડતાં શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, જેથી વેરાવળની ખાનગી હોસ્‍પિટલે લઇ જવાયા હતા.

જ્યાં તબીબે વધુ સારવાર અને રિપોર્ટ અર્થે રાજકોટ લઇ જવાનું જણાવ્યું હતું. પરિવારજનો તરત એમ્‍બ્‍યુલન્‍સ મારફત રાજકોટ લઇ જઇ રહ્યા હતા ત્‍યારે ગોંડલ આસપાસ અશોકભાઇનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી ખુશીમાં થનગનતા રઘુવંશી પરિવાર તથા લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

વેપારી અશોકભાઇના પાર્થિવદેહને રાત્રિના દસેક વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને લઇ આવવામાં આવ્યો ત્‍યારે પરિવારજનોના હૃદયફાટ આક્રંદનાં દૃશ્‍યો જોઇ ત્‍યાં હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. ત્‍યાર બાદ લાડકી દીકરી આયુશીએ અશ્રુઓની વહેતી ધરા સાથે તેના સ્‍વર્ગસ્‍થ પિતાને કાંધ આપી સ્‍મશાનયાત્રામાં જોડાઇ સ્‍મશાનઘાટ ખાતે જઇ અગ્‍ન‍િદાહ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો