ગીર-સોમનાથ જિલ્લામાં માનવતા મરી પરવારી હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી સારવાર લેતાં તાલાલા-ગીરના એક પરિવારનાં વૃદ્ધા શરીરના અનેક અંગોની ખોટ ધરાવતા પૌત્રને લઈને સારવાર કરી રહ્યાં છે. શરીરમાં ખોટ હોવાથી માતા-પિતાએ દીકરાને ત્યજી દેતાં દાદીએ પૌત્રની સેવા કરવાનું બીડું ઝડપી લીધું છે. દાદીએ જણાવ્યું હતું કે આ હાલતમાં પૌત્રને ક્યાં મૂકવા જવો. 3-3 દીકરા હોવા છતાં આજે વૃદ્ધા પૌત્રને દરદર લઈને ભટકી રહી છે.
નાનપણથી જ દીકરાએ પૌત્રને વૃદ્ધાને સોંપી દીધો હતો
તાલાલા નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતાં સામુબેન ધરમશીભાઈ સોલંકી સિવિલ હોસ્પિટલમાં તેમના પૌત્રની સારવાર કરાવી રહ્યાં છે. પૌત્રને શરીરમાં અનેક ખોટ હતી. તેમ છતાં આ વૃદ્ધા તેની સારવાર કરતી હતી. આ ઘટનાની કરુણતા એ છે કે ત્રણ-ત્રણ દીકરા હોવા છતાં આ વૃદ્ધાને અલગ રહેવું પડે છે. એનું કારણ એ છે કે તેમનો પૌત્ર શરીરમાં અનેક ખોટ ધરાવે છે. તેથી નાનપણથી જ પૌત્રને દાદીને સોંપી દીધો છે. તારે જ્યાં સુધી સાચવવો હોય ત્યાં સુધી સાચવજે તેમ કહીને તેનાં માતા-પિતાએ તેને ત્યજી દીધો છે.
પૌત્રને તેની મમ્મી જ નથી સાચવતીઃ વૃદ્ધા
વૃદ્ધા પૌત્રની દિવસ-રાત સેવા કરે છે. વૃદ્ધાએ રડતાં રડતાં કહ્યું કે જીવ છે ત્યાં સુધી આને કેમ મૂકી શકું. જ્યાં સુધી છે ત્યાં સુધી જિવાડવો પડશે અને હું જીવું છું ત્યાં સુધી હું સાચવીશ. મારા પૌત્રને તેની મમ્મી સાચવતી નથી. વહુ એમ કહે છે કે તારે સાચવવો હોય તો સાચવ, બાકી દીકરાને પાણી પણ નો ભરી દે. જોકે આ વૃદ્ધાને મદદ કરવા માટે મસાણી સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે અને વૃદ્ધાને તમામ પ્રકારની રોકડ સહિતની વ્યવસ્થા કરી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..