અતિવૃષ્ટીએ લીધો વધુ એક અન્નદાતાનો ભોગ, સુરેન્દ્રનગરના એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર

જિલ્લામાં અતિવૃષ્ટિના (Over rain) કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતો (Farmers)ને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ (Crop failure) થઇ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થ‌ઈ આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે, બીજીબાજુ સરકારની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે. ત્યારે આજે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યા છે. (Suicide of farmer)

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે બીજા એક ખેડૂતે આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 25 વર્ષિય જવાનજોધ ખેડૂતે 10 વિઘાનો પાક નિષ્ફળ જતા ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

વિગતે ઘટના જોઈએ તે, સાયલા તાલુકાના ઢેઢુકી ગામના રહેવાસી 25 વર્ષિય ચંદુભાઈ હેમંતભાઈ ખમાણીએ 10 વિઘા જમીનમાં તલના પાકનું વાવેતર કર્યું હતું, જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખુબ વધારે વરસાદ થવાથી પાક નિષ્ફળ ગયો, આ ખેડૂતે જેમ-તેમ પૈસા ભેગા કરી જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણમાં આવી ગયો, અને ખેતરમાં તઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે.

મહત્વની વાત એ છે કે, માત્ર ચાર દિવસમાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં જ આ બીજા ખેડૂતે આપઘાત કરી લીધો છે. એક જ ગામના બે ખેડૂતએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, અને તંત્ર પણ હચમચી ગયું છે. આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે જવાનજોધ દીકરો ગુમાવી દેતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ સાયલા તાલુકાના ઢેઢુકી ગામનાં ખેડૂત યુવાન પ્રતાપભાઈ માત્રાભાઈ વેગડ ઉ.વ.35 એ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. પાળીયાદ હોસ્પિટલ ત્યાર બાદ બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતાં ગામમાં અને ખેડૂતોમાં શોક નું મોજું ફરી વળેલ છે.

તમને જણાવી દઈએ કે, ગત સપ્તાહમાં આવી ઘટના જૂનાગઢમાં બની હતી. જ્યાં 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો