સુરેન્દ્રનગર જિલ્લમાં (Surendranagar) અલગ અલગ તાલુકામાં હાહાકાર મચાવનાર મનુ ભુવો આખરે પોલીસન સકન્જામાં આવી ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણના નાથ બાવા વિસ્તારમાં રહેતા આ ઢોંગી ભુવાએ અનેક મહિલાઓને ભોળવી ટાર્ગેટ બનાવતી હતી. આ ભુવો એકાન્તમાં જોવા મળતી મહિલાઓને ટાર્ગેટ કરી અને તેમને જ શિકાર બનાવતો હતો. ભુવાએ મહિલાઓનાં દાગીના પડાવી લીધા હોવાના 14 ગામમાંથી કિસ્સા સામે આવ્યો છે. આ શાતિર ભુવો બાઇક લઈને શિકારની શોધમાં ખરાબપોરે નીકળતો અને એકલ દોકલ ઘરે રહેતી મહિલાઓને ‘ટાર્ગેટ’ બનાવતો હતો.
આ શખ્સ સોનાનાં ઘરેણાં દાગીના લઈને ભાગી જતો અને પોતે ભુવો હોવાનું કહી દુઃખ દરદ અને કોર્ટ કચેરીનાં કામ તંત્રમંત્રથી કરી આપવાનું કહેતો. ક્યારે કૂકૂર રિપેરીંગ કરવા કે ગેસ રિપેરીંગ માટે આવ્યો હોવાનું કહી પછી એકલી મહિલાને જોઈને પોતે ભુવો હોવાનું કહીને જાળ બીછાવતો હતો આ ઢોંગી ભુવો
આ ઢોંગી વઢવાણનો મનુ સોલંકી નીકળ્યો
આ શખ્સ મહિલાઓને તાત્રિક વિધિ માટે અગરબત્તી લાવવાનું કહેતો ઘૂપ માટે છાણુ લાવવાનું કહીન પહેલા સોનાનાં ઘરેણાં ઉતારવી લેતો સંમોહનમાં આવી ગયેલી મહિલાઓ પૂરતી બેભાન જેવી આવસ્થામાં આવી જતી ત્યારે ધૂપ ફેરવવા ગયેલી મહિલાનાં સોનાનાં ઘરેણાંની ઉઠાંતરી કરી લેતો હતો. આ શખ્સે સુરેન્દ્રનગર જિલ્લના વઢવાણ, જોરાવરનગર, લખતર, ધ્રાંગધ્રા, પાણીસીના,સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તાર સહિત અનેક વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા.
કોણ છે આ ભુવો?
વઢવાણ આંબાવાડી વિસ્તરમાં નાથ બાવા સોસાયટીમાં રહેતો આ શખ્સ નામે મનુ સોલંકી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રકારના
14 જેટલા બનાવો બનતા પોલીસે ટીમે બનાવીને તપાસ દરમિયાન આરોપી ભુવાને દબોચી લીધો હકો, મનુ અગરબત્તી માથે ફેરવીને મહિલાને આખા ઘરમાં ફેરવવાનું કહેતો અને મહિલાનાં કઢાવેલા સોનાના દાગીના લઈને નાસી જતો હતો.
આ ગંભીર બનાવની જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ ડીવાયએસપી હિમાન્શુ દોશીને સૂચના આપી હતી અને તપાસ કરવા જણાવ્યું હતું. જેના અંર્ગત વઢવાણ પીએસઆઇ ડી.ડી ચૂડાસમાએ ભુવાની શોધ આદરી હતી અને બાતમી મળતા પોલીસે ભુવાને ઉપાડી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..