માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો પાસે પૈસા વસૂલતી હતી નકલી મહિલા પોલીસકર્મી, આવી રીતે ફૂટ્યો ભાંડો

કોરોના વાયરસના કારણે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. લોકો કોરોના સાથે જ રહેવા મજબૂર બન્યા છે. લોકોને વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. માસ્ક ન પહેરનારા લોકોને પોલીસ દંડ પણ કરે છે. ત્યારે દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા નકલી ASI બનીને માસ્ક ન પહેરનારા લોકો પાસે દંડની આડમાં પૈસા વસૂલતી હતી. જોકે એ હવે પકડાઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તિલક નગર પોલીસ સ્ટેશનની પોલીસે એવી મહિલાની ધરપકડ કરી છે જે નકલી ASI બનીને માસ્ક વિના ફરતા લોકોનું ચલણ ફાડીને પૈસા વસૂલતી હતી. આરોપી મહિલાનું નામ તમન્ના છે. કોઈને શંકા ન જાય તેના માટે મહિલાએ પોલીસનો યુનિફોર્મ બનાવ્યો અને વિસ્તારમાં ફરતી રહી. પશ્ચિમી જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશ્નર દીપક પુરોહિતે જણાવ્યુ હતું કે પૂછપરછમાં આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે પૈસાના અભાવના કારણે તે એમ કરતી હતી. આરોપી મહિલાનો ભેદ ત્યારે ખુલ્યો જ્યારે તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓએ તેને જોઈ. શંકા જતા પોલીસકર્મીઓએ સાદા કપડા પહેર્યા અને મહિલા પાસેથી પસાર થયા. મહિલાએ તેમને માસ્ક ન પહેરવાના કારણે ટોક્યા અને ચલણ ફાડવાની વાત કહી.

પોલીસકર્મીઓએ કહ્યું કે તે ક્યાં ફરજ બજાવે છે. તો તેણે કહ્યુ કે તેની પોસ્ટિંગ તિલક નગર પોલીસ સ્ટેશનમાં છે. એ બંને પોલીસકર્મીઓએ કહ્યુ તેઓ પણ તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. એ પછી મહિલા ગભરાઈ ગઈ અને તેનો ભેદ ખુલી ગયો. આ મામલાની તપાસ ચાલુ છે. તો દક્ષિણ દિલ્હીમાં COVID-19ના કારણે જેલથી જામીન પર છૂટીને બહાર આવ્યા બાદ ઝપટમારી અને લૂંટફાટ કરનારા આરોપીને સનલાઈટ પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. તેની ઓળખ ફરીદાબાદની રહેવાસી સની ઉર્ફે સંજય ગુપ્તા (ઉંમર વર્ષ 26)ના રૂપે થઈ છે. તેની પાસેથી ઝપટમારીનો એક મોબાઈલ મળ્યો છે.

દક્ષિણ-પૂર્વી દિલ્હી જિલ્લાના પોલીસના ડેપ્યુટી કમિશ્નર રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યુ હતું કે 11 ઓગસ્ટે મથુરા રોડ પર પેટ્રોલિંગ કરવા દરમિયાન હરિનગર આશ્રમ બસ સ્ટેન્ડ પાસે ઝપટમારીની માહિતી મળી હતી. પીડિતે મદદ કરવાની માંગણી કરી તો પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓએ પાછળ પડીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસે ઝપટમારીનો મોબાઈલ જપ્ત કરી લીધો છે. પૂછપરછમાં જાણવા મળ્યુ કે તે પહેલા પણ ઝપટમારીની ઘટનામાં જેલ જઈ ચૂક્યો છે. લોકડાઉન દરમિયાન તે પેરોલ પર બહાર આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો