નિર્દોષને ફાંસી ન થાય તે માટે કેદીઓને ભારતમાં મળે છે મોતને મ્હાત કરવાનો અધિકાર

નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા અનુસાર ભારતમાં 2001થી લઇને 2011 સુધીમાં 132 દોષિતોને ફાંસીની સજા સંભળવવામાં આવી હતી, પરંતુ દર વર્ષે માત્ર 3-4 દોષિતોને જ ફાંસીની સજા આપવામાં આવે છે. આંકડા અનુસાર ભારતમાં અંદાજિત 477 આરોપીઓને મોતની સજા મળી છે, આજે તમને જણાવી રહ્યા છીએ કે કોઇ દોષિતને ફાંસીની સજા સંભળાવામાં આવે તે પછી કેદી કયા કાયદાકીય પગલા ભરી શકે છે.

– સામાન્ય રીતે કોઇપણ કેસ સૌથી પહેલા સેશન્સ કોર્ટ (જિલ્લા કક્ષાની અદાલત)માં આવે છે. ધારોકે, સેશન્સ કોર્ટ પોતાની સુનાવણી બાદ કોઇ આરોપીને દોષી જાહેર કરી ફાંસીની સજા સંભળાવી શકે છે. જો સેશન્સ કોર્ટમાં કોઇને ફાંસીની સજા આપવામાં આવે તો એ કેસ હાઇ કોર્ટમાં જવો જરૂરી છે. આરોપી સેશન્સ કોર્ટમાં મળેલી સજા સામે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. તે હાઇ કોર્ટમાં પોતાની સજા ઓછી કરાવવા માટે અરજી કરી શકે છે. જ્યારે આ કેસ હાઇકોર્ટમાં આવે ત્યારે તેના ત્રણ પરિણામ આવી શકે છે: (1) સજા રદ્દ થઇ શકે છે (2) નવા ટ્રાયલનો આદેશ મળી શકે છે અને (3) આરોપી નિર્દોષ જાહેર થઇ શકે છે

– જો હાઇ કોર્ટ આરોપીની અરજી ફગાવી દે છે અથવા તેને મોતની સજા આપે છે તો આરોપી સેક્શન 134 હેઠળ પોતાની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

ભારતમાં 2001થી લઇને 2011 સુધીમાં 132 દોષિતોને ફાંસીની સજા સંભળવવામાં આવી હતી

– સુપ્રીમ કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં જ ચુકાદા પર પુનર્વિચાર અરજી ( રિવ્યૂ પિટિશન) કરી શકાય છે.

– રિવ્યૂ પિટિશન રદ્દ થયા બાદ આરોપી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી શકે છે. ક્યૂરેટિવ પિટિશનમાં જજમેંટના ટેક્નિકલ પાસાઓ અંગે આરોપી સવાલ ઉઠાવી શકે છે.

– સુપ્રીમ કોર્ટથી રિવ્યૂ પિટિશન અને ક્યૂરેટિવ પિટિશન જો રદ્દ કરી દેવામાં આવે તો કેદી રાષ્ટ્રપતિ સામે દયા અરજી દાખલ કરી શકાય છે. આવી દયા અરજીઓ પર રાષ્ટ્રપતિ કલમ 72 હેઠળ સુનાવણી કરી શકે છે. જ્યારે રાજ્યપાલ કલમ 161 હેઠળ અરજી પર ચુકાદો આપે છે.

– જો દયા અરજી પણ રદ્દ થઇ જાય, ત્યારે ફાંસી માટે ડેથ વોરંટ નિકળે છે. જે નિચલી અદાલતે પહેલીવાર આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી તે કોર્ટ સુનાવણી બાદ ડેથ વોરન્ટ જાહેર કરે છે.

– ડેથ વોરન્ટ જાહેર કરતા તારીખ અને ફાંસી પર લટકાવવાની તારીખ વચ્ચે ઓછામાં ઓછા 15 દિવસનો ગેપ રાખવામાં આવે છે, જે દરમિયાન આરોપીને પૂછવામાં આવે છે કે હવે તેની પાસે કોઇ કાનૂની ઓપ્શન બચ્યો છે કે નહીં?

– જો આરોપી પાસે કોઇ કાનૂની ઓપ્શન ન બચ્યો હોય તો, તેને ફાંસી પર લટકાવવામાં આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો