શું તમે જાણો છો કે વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો સંપૂર્ણ વિગત

શું તમને જાણ છે કે વિદેશમાંથી શોપિંગ કરીને કેટલી કિંમતનું સોનું સ્વદેશ લાવી શકો છો? વિદેશમાંથી સોનાના સિક્કા (Gold coins) કે સોનાના ઘરેણા લાવવા પર કેન્દ્ર સરકારના ખૂબ જ કડક નિયમો છે. નાણા મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ તરફથી (Custom department) આ મામલે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એટલે કે વિદેશથી આવતા પર્યટકો માટે એક માર્ગદર્શિકા (Guide For Travellers) તૈયાર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે કેટલું સોનું પોતાની સાથે લાવી શકો છો. આ ઉપરાંત કેટલી મર્યાદા બાદ તમારા વિદેશથી લાવવામાં આવેલા સોના પર ટેક્સ ચૂકવવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોનું લાવવા અંગેનો નિયમ : સોનું એક કિંમતી ધાતું છે. ભારતની કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India) તેની આયાત પર નિયંત્રણ રાખે છે. જોકે, વ્યક્તિગત મુસાફર માટે વિદેશથી સોનું લાવવા અંગે કેન્દ્ર સરકારે નિયમો નક્કી કર્યાં છે. નિશ્ચિત મર્યાદા કરતા વધારે સોનું લાવવા પર સરકારને કન્વર્ટિબલ કરન્સીમાં ડ્યૂટી ચૂકવવી પડે છે. ગોલ્ડ બાર પર જો ઉત્પાદકનું નામ અથવા સીરિયલ નંબર લખેલો ન હોય તો તેવી સ્થિતિમાં 12.5 ટકાના દરે ડ્યૂટી ચૂકવવી પડે છે. સાથે જ સોના ઉપરાંત અન્ય કિંમતી ધાતુની વાત કરીએ તો મોતી, હીરા કે અન્ય કિંમતી પથ્થર ઝડેલા આભૂષણો પર ડ્યૂટી ઉપરાંત 1.25 ટકા સમાજ કલ્યાણ ટેક્સ પણ ચૂકવવો પડે છે.

ડ્યૂટી ફ્રી સોનાની મર્યાદા : વિદેશથી કેટલું સોનું લાવી શકાય તેવા માટે કેટલાક નિયમ છે. જો તમે એક વર્ષથી વધારે સમય સુધી વિદેશમાં રહ્યા છો તો તમે વધુમાં વધુ 50 હજાર રૂપિયાનું સોનું ભારતમાં ડ્યૂટી ફ્રી લાવી શકો છો. મહિલાઓ માટે આ મર્યાદા એક લાખ રૂપિયા છે. એટલે કે મહિલાએ એક લાખ રૂપિયા સુધીનું સોનું ડ્યૂટી ફ્રી ભારતમાં લાવી શકે છે.

સોનાના સિક્કા કે બિસ્કિટ ડ્યૂટી ફ્રી નહીં : ડ્યૂટી ફ્રીની શરતો ફક્ત સોનાના દાગીના પર લાગૂ પડે છે. એટલે કે તમે સોનાના બિસ્કિટ કે પછી સિક્કા લાવી શકતા નથી. એટલે કે જો તમે સોનાના સિક્કા કે પછી બિસ્કિટ લાવશો તો તેના પર તમારે ટેક્સ ચૂકવવો પડશે.

રસીદ સાથે રાખો : જો તમે વિદેશમાંથી સોનાના ઘરેણા કે પછી સિક્કા કે કોઈ પણ રૂપમાં સોનું ભારતમાં લાવો છો તો તમારે સાથે રસીદ રાખવી જરૂરી છે. આ રસીદ કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ દરમિયાન કામ આવશે. આ ઉપરાંત તેના પરથી સોનાની મૂળ કિંમત જાણવામાં મદદ મળશે. જો તમારી પાસે સોનાની રસીદ નહીં હોય તો એવું માની લેવામાં આવશે કે તમે સોનાની દાણચોરી કરી રહ્યા છો. આ માટે દંડ અને જેલની સજાની જોગવાઈ છે.

અફવાથી બચો : સામાન્ય રીતે એવી અફવા હોય છે કે વિદેશમાંથી સોનાના ઘરેણા ખરીદીને ભારતમાં લાવી શકાય છે. તેને પહેરીને લાવવા પર કોઈ જ ડ્યૂટી ચૂકવવી પડતી નથી. પરંતુ આ એક અફવા જ છે. ભારતમાં વિદેશથી સોનું લાવવા પર ચોક્કસ નિયમો છે, તેનું પાલન કરવું જરૂરી છે.

વિદેશ જતા પહેલા સોનાની જાણકારી આપો : જો તમે સોના સાથે વિદેશનો પ્રવાસ કરી રહ્યા છો તો તમારે આ મામલે કસ્ટમને જાણકારી આપવી જોઈએ. તમે હાથમાં નાની વિંટી પહેરી હોય તો પણ તેની જાણકારી કસ્ટમને આપવી જોઈએ કે આ સોનું તમારું છે અને તમે તેને પહેરીને વિદેશ જઈ રહ્યા છે. આવું કરવાથી પરત ફરતી વખતે તમને કોઈ મુશ્કેલી નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો