‘મારું ઘર હોવા છતાં સોસાયટીના લોકો મને રહેવા દેતા નથી’, સુરતમાં પોતાના જ ઘરમાં રહેવા માટે યુવક સામે સોસાયટીનો વિરોધ

આજના આધુનિક યુગમાં આજે પણ નાત-જાતના વાડા (casteism) જોવા મળી રહ્યા છે. સુરતના એક યુવાને પોતાના પરિવાર માટે મકાન તો ખરીદ્યું છે. પણ સોસાયટીમાં રહેલા લોકો પોતાની કાષ્ટનો ન હોવાથી તેને સોસાયટીમાં એન્ટ્રી (No entry in Society) આપતા નથી. આ યુવાન સોસાયટીના લોકોથી કંટાળીને પોલીસને (Police complaint) લેખિતમાં ફરિયાદ કરી છે.

દુનિયા 21મી સદીમાં આવી ગઈ છે પણ આ આધુનિક યુગમાં આજે પણ લોકો જાતિવાદને આજે પણ ગણી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના સુરત ખાતે રહેતા એક યુવક સાથે બની છે સુરતના કતારગામ (katargam) વિસ્તારમાં રહેતા યુવાને જાન્યુઆરીમાં રૂપિયા 30 લાખમાં લક્ષ્મીધામ સોસાયટીમાં (laxmidham society) મકાન લીધું હતું.

જોકે આ સોસાયટીમાં મોટા પ્રમાણમાં કહેવાતી ઉચ્ચજ્ઞાતિના લોકો રહે છે. આ ગૌરાંગભાઈ વાઢેર પોતાના મકાનમાં પરિવાર સાથે રહેવા આવ્યો હતો. જોકે, યુવક અનૂસુચિત જનજાતિના હોવાના કારણે સોસાયટીના લોકોએ તેમને પ્રવેશ આપ્યો ન હતો. ગૌરાંગ વાઢેરનું કહેવું છે કે મેં રૂપિયા આપીને મકાન ખરીદ્યું છે. મને મારા જ ઘરમાં રહેવા દેવામાં આવતો નથી. સોસાયટીના લોકો વિરોધ કરે છે.

જોકે રૂપિયા આપીને પોતાનું મકાન ખરીદીયા બાદ અને પોતાની પાસે સરકારી તમામ કાગળો હોવા છતાંય તેને પ્રવેશ નહીં આપતા હોવાને લઈને આ યુવાને પોલીસમાં લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસે પણ કોઈ એક્સન ન લીધા હોવાનો યુવકે આરોપ લગાવ્યો છે.

ગૌરાંગ વાઢેરે આરોપ લગાવ્યો હતો કે, તેઓ કતારગામ પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાં તેઓ પોતાની જાણબહાર અરજી ક્લોઝ કરી દે છે. આ ઉપરાંત પોલીસ કમિશ્નર કચેરીમાં પણ લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાં છેલ્લા છ મહિનાથી કોઈ કાર્યવાહી ન કરતા ખાલી ધક્કા ખવડાવ્યા રાખે છે. યુવકના જણાવ્યા પ્રમાણે લક્ષ્મિધામમાં પોતે ઘર ખરીદ્યાના તમામ સરકારી પુરાવા તેમની પાસે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો