સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ લીધી માથે, શરમજનક દૃશ્યો સર્જાયા

સુરતમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યના સૌથી વધુ કેસ શહેરમાંથી નોંધાઈ રહ્યા હોવાના કારણે અહીંયા રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાત્રિના 9.00 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાનમાં ગઈકાલે આ રાત્રિ કર્ફ્યૂમાં શહેરના કતારગામ વિસ્તારની ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયા હતા. અહીંયા કિન્નરોને પોલીસે અટકાવતા તમામ મર્યાદાઓ વટાવી અને પોલીસને પણ બક્ષી નહોતી.

કિન્નરોએ રોકવામા આવતા તેમણે નગ્ન થઈને કોરોના કાળમાં સતત ફરજ બજાવતા એવા પોલીસની મર્યાદા પણ નહોતી રાખી. કિન્નરોએ વસ્ત્રો ઉતારી પોલીસને ક્ષોભમાં મૂકી દીધી હતી. ચેકપોસ્ટ મચેલા હંગમાના કારણે પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો.

દરમિયાનમાં કિન્નરોને પોલીસે માસ્ક પહેરવાનું કીધું હતું ત્યારે અમરોલી તરફથી આવી રહેલા કિન્નરોને કતારગામ ચેકપોસ્ટ પરથી પરત જવા કહ્યું હતું. જોકે, કિન્નરોએ પોલીસની વાત સાંભળી નહીં અને દાદાગીરી કરી હતી. કિન્નરોએ પોલીસ સાથે ફક્ત નગ્ન થઈને ઉદ્ઘાતાઈ કરી તેવું નથી પરંતુ હાથાપાઈ પણ કરી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે, વીડિયો ક્ષોભજનક હોવાના કારણે તે પ્રસિદ્ધ કરી શકાય તેમ નથી. પરતુ કિન્નર હોય કે સામાન્ય વ્યક્તિ કે વીવીઆઈપી સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો તમામ લોકો માટે સરખા હોય ત્યારે આ સ્થિતિમાં આ પ્રકારના વર્તનની ટીકા થઈ રહી છે.

કિન્નરોનો એક વર્ગ એવો છે જે સમાજમાં તેમની સાંસ્કૃતિક જગ્યાના કારણે સન્નમાનનું સ્થાન ધરાવે છે પરંતુ આવા કેટલાક તત્વોના કારણે તેમની પણ બદનામી થઈ છે. જોકે, સુરતના કિન્નર આગેવાનોએ પણ આ ઘટનાને વખોડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાના કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો