કાશ્મીરમાં સુરક્ષા બળોએ બોલાવ્યો સપાટો, એક સાથે 5 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને સુરક્ષાબળોએ ઓપરેશન ઓલઆઉટની વધારે વેગીલુ બનાવ્યું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળોએ સપાટો બોલાવતા એક જ દિવસમાં 5 આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતાં. સૌથી મહત્વની વાત એ હતી કે આ અથડામણ દરમિયાન સુરક્ષા દળોના એક પણ જવાનને સહેજ પણ ઈજા પહોંચી નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ 5 આતંકવાદીઓની હજી સુધી ઓળખ થઈ શકી નથી. CRPF, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાબમાં આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

છેલ્લા 20 દિવસમાં 10 આતંકવાદીને ઠાર માર્યા

સુરક્ષા દળોએ શોપિયાના રેબન ગામમાં આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળી હતી. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદી છૂપાયા હોવાની બાતમી મળી હતી. જેમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી હતી. અહીં 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં. આ સાથે જ સુરક્ષ બળોએ છેલ્લા 20 દિવસમાં 10 ખુંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

ફફડી ઉઠેલા આતંકીઓ દક્ષિણ કાશ્મીરમાંથી પોતાનો બેઝ શિફ્ટ કરવા લાગ્યા

સુરક્ષા દળોના મતે કાશ્મીર ઘાટીમાં ચાલી રહેલા ઓપેશનને લીધે આતંકવાદી જમ્મુ સેક્ટર પહોંચ્યા હતા. આતંકવાદી પ્રવૃત્તિ સર્વોચ્ચસ્તરે હતી ત્યારે આતંકવાદી કમાન્ડર મુઘલ રોડનો ઉપયોગ કાશ્મીર ઘાટીથી ભાગી જમ્મુ આવવા કરતા હતા. સુરક્ષા દળોએ સ્પષ્ટતા કરી છે કે છેલ્લા કેટલાક મહિના દરમિયાન જ્યારે સુરક્ષા દળોએ ઘાટીમાં ટોપ કમાન્ડરનો ખાતમો કર્યો છે ત્યારથી આતંકવાદી દક્ષિણ કાશ્મીરથી તેમનો બેઝ રાજૌરીથી પુંછમાં શિપ્ટ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો