આજે વહેલી સવારે 7.40 મિનિટે રાજકોટમાં 4.8ની તીવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંંપના કારણે ધરા ધ્રુજી હતી. જસદણમાં ધરતી કંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજકોટથી 22 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ મનાય છે. એક મહિનામાં રાજકોટમાં બીજી વખત ધરા ધ્રુજીની માહિતી મળી છે. ગુજરાતમાં એકસાથે ત્રણ કુદરતી આફતો આવી પડી છે. એક તરફ કોરોના મહામારી, બીજી તરફ વરસાદ અને હવે ભૂકંપના આંચકા… આમ, લોકોને ક્યાં જવું અને ક્યાં ન જવું તે સમજાતુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં લોકો ઙરની બહાર નીકળી ગયા. વહેલી સવારે લોકો હજી ઉઠ્યા હતા ત્યારે ઘરની ઘરવખરી અચાનક ધ્રૂજી ઉઠી હતી. ત્યારે લોકો તાત્કાલિક ઘરની બહાર ભાગી છૂટ્યા હતા. ક્યાંક સવારે 7.38 તો ક્યાંક 7.40 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લગભગ 3 થી 4 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ જાનહાનિના સમાચાર હજી સામે આવ્યા નથી. પરંતુ આ આંચકાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. એક તરફ ઉપર વાદળછાયુ વાતાવરણ છે, તો નીચે પગતળે જમીન સરખી ગયાનો અનુભવ લોકોને ડરાવી દે તેવો છે. જોકે, સૌથી વધુ તીવ્રતા રાજકોટ અને ગોંડલમાં અનુભવાઈ હતી.
An earthquake with a magnitude of 4.5 on the Richter Scale hit Rajkot in Gujarat today at 7:40 am: National Center for Seismology pic.twitter.com/UKe35cqBTE
— ANI (@ANI) July 16, 2020
ગોંડલ પંથક મા સવારે 7.40 એ ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, વડિયા, સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયો હતો. ઉપલેટા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉપલેટા શહેર તથા પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો ૨ – ૩ સેકન્ડ નો આંચકો અનુભવાયો છે. ધોરાજી શહેર તથા ગ્રામ્ય પંથકના પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. એજ રીતે જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો. જોકે હજુ સુધી ક્યાંયથી પણ જાનહાની કે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..