રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે.
રોડ રસ્તાની સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરાયો
રસ્તા મામલે CM સાથે પણ ચર્ચા થઈ હતી. માર્ગ અને મકાન વિભાગને સ્થિતિનો તાગ મેળવવા સુચના આપવામાં આવી છે. રોડ રસ્તાની સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરાયો છે. રોડ રસ્તાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. કેબિનેટ બેઠકમાં પણ રોડ મુદ્દે ચર્ચા થઈ હતી. નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ પરામર્સ કર્યો છે. માર્ગ મકાન વિભાગના એન્જીનિયરોને જરૂરિ સુચન કર્યા છે.
દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે
જુદા જુદા વિસ્તારોમાં જાત તપાસના આદેશ કરાયા છે. દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે. જે રસ્તા બંધ છે તેના સમારકામને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજકોટ ભાવનગર રસ્તો મુદે માહિતી માંગવામાં આવી છે
નવા રસ્તા 3 વર્ષના ગેરંટી પિરિયડમાં આવે છે. તેની કામગીરી ગેરંટી આધારે કરવામાં આવે છે. 3 વર્ષની સમય મર્યાદામાં કામગીરી માટે ડીપોઝીટ રખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..