ડેરી પર છાપો મારતા જ ચોંકી ગયા ઓફિસરો, શેમ્પૂથી બનાવી રહ્યા હતા નકલી દૂધ, નકલી દૂધ બનાવીને બજારમાં સપ્લાઈ કરતા હતા

અત્યાર સુધીમાં તમે દૂધમાં પાણીના ભેળસેળના કિસ્સાઓ જોયા હશે કે સાંભળ્યા હશે. પણ દૂધમાં ભેળસેળનો એક એવો મામલો સામે આવ્યો છે કે જે સાંભળી તમે પણ ચોંકી જશો. મધ્ય પ્રદેશના ભિંડે જિલ્લામાંથી ભેળસેળનો આ કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસ અને તંત્રએ એક મોટી ડેરી પ્લાન્ટમાં નકલી દૂધ બનાવવાનો ભાંડો ફોડ્યો છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યું હતું.

વેપારીઓ નકલી દૂધ બનાવીને બજારમાં સપ્લાઈ કરતા હતા. એટલું જ નહીં તેઓ આ નકલી દૂધ ઘણી રીતના ખતરનાક રસાયણોના ઉપયોગ દ્વારા બનાવતા હતા. જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેની માઠી અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. ડેરી પ્લાન્ટમાં છાપેમારી દરમિયાન જોવામાં આવ્યું કે દૂધમાં ડિટર્જેન્ટ, યૂરિયા, હારડ્રોજન લૂબ્રિકેંટ, ક્રિપ્ટો ઓઈલ જેવા ખતરનાક રસાયણિક પદાર્થો ખુલ્લેઆમ ભેળવવામાં આવતા હતા.

પોલીસે આ ડેરી પ્લાન્ટમાંથી મોટા જથ્થામાં દૂધ બનાવવાની સામગ્રીઓ જપ્ત કરી છે. જેમાં ગૂણોમાં ભરેલો પાઉડર, સિન્થેટિક દૂધ બનાવવા માટે 300 લીટર કેમિકલ સહિત અન્ય ઘણી સામગ્રીઓ જપ્ત કરી છે. એસડીએમ ઓમ નારાયણે કહ્યું કે, પોલીસે ફૂપ ગામના રામનગર વિસ્તારમાં સંચાલિત સુધીર ડેરીમાં છાપેમારી કરી. જે સમયે છાપેમારી કરવામાં આવી ત્યારે મોટી માત્રામાં સિન્થેટિક દૂધ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ડેરીમાંથી ટીમને એક દૂધનું ટેન્કર પણ મળ્યું. જેનું સેમ્પલ લઈ લેવામાં આવ્યું છે.

ડેરીમાં એથેનોલના ડબ્બાઓ પણ જોવા મળ્યા. આ સ્પ્રિટ હોસ્પિટલોમાં દર્દીઓના ઘા સાફ કરવા માટે અને ઓપરેશનના સાધનો સાફ કરવા માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે એથેનોલનો ઉપયોગ દારુમાં કરવામાં આવે છે. આ એથેનોલ સ્પ્રિટ હોય છે. જો તેનું સેવન લાંબા સમય સુધી કરવામાં આવે તો આંતરડા, ફેફસા અને કિડની સંબંધી બીમારીઓ થઈ શકે છે. કેંસર પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો