દારૂના નશામાં ટલ્લી થઈને નાગ સાથે રમતેે ચઢ્યો, સાપે ડંખ મારીને આખુ શરીર વીંધી નાખ્યું! વિડિઓમાં જુઓ આ દારુડિયાના ખેલ

રાજસ્થાનના દૌસા જિલ્લાની આ વાત છે. ત્યાંના ગુઢાકટલા ગામથી એક ધબકારા વધારનારો વીડિયો સામે આવ્યો છે. દારૂના નશામાં ટલ્લી થઈને એક શખ્સ સાપ સાથે રમત કરી રહ્યો છે. અરે સાપને પકડી પણ લીધો હતો.

લગભગ 30 મિનિટ સુધી આ શખ્સને સાપને વાંરવાર પકડ્યો. આ દરમિયાન સાપે શરીરમાં કેટલીય જગ્યાએ ડંખ પણ મારી દીધો. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે સાપને આ શખ્સ જવા દેતો નથી. સુઈ જાય છે અને સાપને રોકે છે. ક્યારેક સાપ આગળ માથું ટેકવે છે તો ક્યારેક આશીર્વાદ લે છે. આ રીતે શરાબી માણસ અલગ અલગ પ્રકારના નાટક કરી રહ્યો છે.

સાપનાં કરડવાને કારણે આ શખ્સનું આખું શરીર લીલું થઈ ગયું હતું. ગામના લોકો સમયે પહોંચી ગયા અને સારવાર માટે લઈ ગયા. મળતી માહિતી પ્રમાણે આ શખ્સનું નામ પ્રકાશ મહાવર જણાવવામાં આવે છે. જો કે હજુ કોઈ પાક્કી માહિતી સામે નથી આવી કે આ માણસની હાલત હવે કેવી છે. તો જુઓ આ દારુડિયાના ખેલ આ વીડિયોમાં….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો