નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (Bureau of Narcotics Control) મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં ગેંગસ્ટર (Gangster) અને ડ્રગ પેડલરની ધરપકડ (Drug peddler) કરી હતી. આરોપીની ઓળખાણ ઈબ્રાહિમ મુઝાવરના રૂપમાં થઈ હતી. જેણે પોતાનું ઉપનામ ઈબ્રાહિમ કાસકર બતાવ્યું હતું. ઈબ્રાહિમ કાસકર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Underworld don Dawood Ibrahim) પિતાનું નામ છે.
મળતી માહિતી પ્રમાણે ઈબ્રાહિમ મુઝાવરને 100 ગ્રામ મેફેડ્રોનની સાથે ધરપકડ કરી હતી. જેની કિંમત 10 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે. ઈબ્રાહિમે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે અંડરવરલ્ડ ડોન દાઉદથી ખૂબ જ પ્રભાવીત હતો. તેને તેનાથી પણ મોટો ગેંગસ્ટર બનાવું હતું. ઈબ્રાહિમ પોતાની મર્સિડીઝ કારથી ડ્રગ્સની સપ્લાઈ કરતો હતો. એનસીબીએ મર્સિડીઝ કારને પણ જપ્ત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે એનસીબીએ ડોંગરી દક્ષિણ મુંબઈમાં ત્રણ સ્થળો ઉપર રેડ કરી હતી. જ્યાં ઈબ્રાહિમને ડ્રગ્સની સપ્લાઈ કરનારને ચરલ સાથે દબોચી લીધો હતો. એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિત કપાસમાં ખુલાસો કર્યુો કે જપ્ત ડ્રગ દક્ષિણ મુંબઈના ડોંગરીના આસિફ રાજકોટવાલાથી તેને મળ્યું હતું. એનસીબી મુંબઈની ટીમે ડોંગરીના આસિફ રાજકોટવાલાની ધરપકડ કરી છે. આસિફ પાસે ચરસ પણ જપ્ત કર્યું હતું.
ઈબ્રાહિમ અને આસિફ ગત એક વર્ષથી સાથે કામ કરે છે. ઈબ્રાહિમ ઉપર મુંબઈમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આઈપીસી અંતર્ગત પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો અને હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો ચે. અત્યારે ઈબ્રાહિમ આ મામલે જામીન ઉપર બહાર હતો.
એનસીબી અધિકારીઓને શંકા છે કે આસિફ અને ઈબ્રાહિમ એક મોટા ડ્રગ મોડ્યૂલનો ભાગ છે. અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈબ્રાહિમ પશ્ચિમી મુંબઈમાં તેના માટે કામ કરનાર અન્ય પેડલર્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આસિફ ઉપર પણ શકંજો કસાઈ રહ્યો છે.
એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા પ્રમાણે ઈબ્રાહિમ એક કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ પેડલર છે તેની ધરપકડથી એક મોટા મોડ્યુલ ઉપર નકેલ કસવામાં મદદ મળશે જેનો તે ભાગ છે. અમે સતત મુંબઈ શહેરના વિભિન્ન હિસ્સોમાં પણ પેડલર્સને લઈને છાપામારી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..