સુરેન્દ્રનગરનાં નામી ડોક્ટર ‘ડોક્ટર ડે’ના દિવસે જ કોરોના સામેનો જંગ હાર્યા, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

હાલ કોરોના સામેની લડાઈમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ જંગ લડી રહ્યો છે. ત્યારે ગઈકાલે વિશ્વભરમાં લોકો ડોક્ટર દિવસની ઉજવણી કરતાં વિશ્વનાં તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવી રહ્યા હતા. તેવામાં અમદાવાદમાંથી ડોક્ટર ડેના દિવસે જ એક માઠા સમાચાર સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરનાં ખુબ જ પ્રખ્યાત ડોક્ટર શૈલેષ ચાંપાનેરીનું કોરોનાને કારણે અમદાવાદમાં નિધન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ કોરોના સામે જંગ હારી ગયા છે. ડો. શૈલેષ ચાંપાનેરીનું અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. ડોકટર અને એમનાં પરીવાર કોરોનાની ઝપેટમા આવ્યો હતો. ડોકટરે સૌથી પહેલાં રાજકોટ સારવાર લીધી હતી. બાદમાં અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ખ્યાતનામ ડોક્ટરનું મોત થતાં ડોકટરોમાં શોકનો માહોલ સર્જાયો છે.

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં રહેતા અને કુંભારપરામાં ક્લીનીક ધરાવતા 42 વર્ષીય ડો. શૈલેષ ચાંપાનેરી અને તેમના પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેમાં ડોક્ટર ઉપરાંત તેમના 35 વર્ષીય પત્નિ ફાલ્ગુનીબેન, 65 વર્ષીય માતા દુર્ગાબેન અને 13 વર્ષના પુત્ર કૌશલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

ડો. ચાંપાનેરી અને તેમના પરિવારને કોરોનાના લક્ષણો જણાંતા તેઓ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. ત્યાંથી તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ કોરોના સામે દમ તોડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો