તબીબોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કેટલાક તબીબોના કારણે આખું તબીબ જગત ઉપર છાંટા ઉડે છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલાં નાણાવટી ચોક નજીક ક્લિનિક પર પુત્રીને લઈ દવા લેવા માટે ગયેલી પરિણીતાનો હાથ પકડીને બિભત્સ માગણી કરીને છેડતી કરી હતી. તેઓ દવાખાને દોડી જઈ તબીબે ધોલધપાટ કરીને તબીબને પોલીસને સોંપી દીધો હતો.
દીકરીને તપાસી ડોક્ટરે અચાનક પરિણીતાનો હાથ પકડી લીધો હતો
પરિણીતા ગઇકાલે બપોરે પોતાની બે વર્ષની દીકરીને શરદી થઇ હોય જનતા ડેરીની સામેના ભાગે જેએમસીનગર પાસે આરએમસી ક્વાર્ટર નજીક અક્ષર ક્લિનિક નામે દવાખાનું ધરાવતાં બીએચએમએસ ડોક્ટર પ્રકાશ પાસે દવા લેવા ગયા હતાં. ડોક્ટરે પરિણીતાના ખોળામાં બેસેલી તેની પુત્રીને તપાસી હતી અને એ દરમિયાન અચાનક પરિણીતાનો હાથ પકડી ન બોલાવના શબ્દો બોલી બીભત્સ માંગણી કરતાં પરિણીતા હેબતાઇ ગઇ હતી. દવા લઇ ઘરે આવી ગયા પછી પરિણીતા સતત ચિંતિત થઇ ગઇ હતી. બાદમાં આજે રડવા માંડતા ઘરના સભ્યોએ પૂછપરછ કરતાં પોતાની સાથે ડોક્ટરે અસભ્ય વર્તન કર્યાનું કહેતાં જ સ્વજનો રોષે ભરાયા હતાં અને ડોક્ટરના ક્લિનિકે પહોંચ્યા હતાં. દેકારો થતાં આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતાં. તબીબે છેડછાડ કર્યાની વાત સાંભળી લોકોએ ડોક્ટર સાથે ધોલધપાટ શરૂ કરી દીધી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડોક્ટરને પકડી પાડ્યો હતો
દરમિયાન પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ગાડી પહોંચી હતી અને ડોક્ટરને સકંજામાં લઇ ભોગ બનનાર પરિણીતાની ફરિયાદ પરથી આઇપીસી 354 મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ અગાઉ પણ આવી ફરિયાદો ઉઠી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. મહિપાલસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરી ડોક્ટરની પૂછપરછ કરી હતી.
આ ઘટનાથી ઉશ્કેરાયેલાં પરિવારજનોએ તબીબના દવાખાને પહોંચી હોબાળો મચાવ્યો હતો. તેમજ તબીબ સાથે મારામારી કરી તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે દવાખાને પહોંચી તબીબની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.