ગરીબ દર્દીઓના મસીહા અને સેવાભાવી તરીકે જાણીતા ધોળકાના તબીબ એમ જે મોમીનને થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર કારગત ન નિવડતા ગુરુવારે તેઓનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તેઓના દવાખાનામાં નોકરી કરતા સીદીક ભાઈ મહેમુદ ભાઈ મોમીન (ઉ .વર્ષ 65)(ઘોડાવાળા) કમ્પાઉન્ડર ને પણ કોરોના પોઝિટિવ આવવાથી તેનું પણ થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું. ત્યારે તેઓને શ્રદ્ધાંજલી આપવાં મુસ્લિમ અને હિન્દૂ વેપારી ભાઈઓ આજે દુકાનો બંધ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જરૂરિયાતમંદોને દવાઓ આપતાં હતાં
તેમના વિશે વધુ વાત કરીએ તો ધોળકાનાં જાણીતાં ડોક્ટર મોહમ્મદ હુસેન. જી. (ઉ.વર્ષ 70 થી 75 )મોમીન( એમ.જી.મોમીન) નું દવાખાનું ધોળકાના કાજી ટેકરા વિસ્તારમાં આવેલું હતું. ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ ગરીબોના કલ્યાણ માટે તેઓ તત્પર રહેતા હતા.કોરોનાં જેવી મહામારીમાં પણ તેઓ રોજ 300 થી 400 પેશન્ટ ને તપાસતાં હતાં. તેઓની ખાસિયત હતી કે અત્યંત ગરીબોની મદદ કરવા માંગતા હતા, તેથી તેમણે ક્યારેય તેમની પાસેથી ફી લીધી ન હતી. જરૂરિયાતમંદોને દવાઓ આપતાં હતાં.
કોરોનાનાં કપરા કાળમાં કુવિચારો કાઢી નાખવા: નગરજનોને આખરી સંદેશ
શહેરના તબીબ મોમીનને તેમના અંતિમ દિવસોમાં પણ ગ્રામજનો નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેતી હતી મૃત્યુ પામતા પહેલા તેઓ નગરજનો માટે એક સંદેશ લખીને ગયા છે કે કોરોનાનાં આવા કપરા સમયમાં મગજમાંથી કુ વિચારો કાઢી નાખવા. પહેલા જેવી નોર્મલ અને સાવચેતી પૂર્વક લાઇફ જીવો જેથી મન પ્રફુલ્લિત રહે. ટેન્શન આવે એવા વિચારો કરવા નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..